આજે વાનખેડેમાં દેખાશે ‘હાર્ડહિટરો’ની આતશબાજી: પંજાબ-રાજસ્થાન વચ્ચે કાંટે કી ટક્કર

13 April 2021 02:24 AM
Sports
  • આજે વાનખેડેમાં દેખાશે ‘હાર્ડહિટરો’ની આતશબાજી: પંજાબ-રાજસ્થાન વચ્ચે કાંટે કી ટક્કર

રાહુલ, ગેઈલ, પુરન, સ્ટોક્સ, મલાન, સેમસન, મોરિસ સહિતના બેટસમેનો કમાલ બતાવવા આતૂર: સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું ડેબ્યુ થાય તેવી સંભાવના

મુંબઈ, તા.12
લોકેશ રહુલના પંજાબ કિંગ્સ અને સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સની ટીમ આજે આઈપીએલમાં જીતનું ખાતું ખોલાવવા માટે મેદાને ઉતરશે. સાંજે 7:30 વાગ્યાથી મુંબઈના વાનખેડેમાં શરૂ થનારા આ મુકાબલામાં ‘હાર્ડહિટરો’ની આતશબાજી જોવા મળે તેવી પૂરી સંભાવના છે.


રાજસ્થાન આક્રમક ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઉપર ઘણી નિર્ભર રહેશે. સ્ટોક્સ પણ તેના ફોર્મને જાળવી રાખવા મેદાને ઉતરશે જ્યારે ઈંગ્લેન્ડના જોસ બટલર અને નવનિયુક્ત કેપ્ટન સંજુ સેમસન પણ સારી શરૂઆત કરવા માંગશે. રોયલ્સની ટીમ પ્રભિતાશાળી યશસ્વી જયસ્વાલ અને બટલર સાથે ઈનિંગનો પ્રારંભ કરાવી શકે છે જ્યારે સેમસન ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવી શકે છે. રોયલ્સ પાસે ઓલરાઉન્ડર શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા, રિયાન પરાગ અને લિયામ લિવિંગસ્ટોનના રૂપમાં અન્ય વિકલ્પો પણ છે. જ્યારે જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં રોયલ્સના ફાસ્ટ બોલર એટેકની જવાબદારી ક્રિસ મોરિસ સંભાળશે. તેની સાથે સાથે જયદેવ ઉનડકટનો રોલ પણ મહત્ત્વનો બની રહેશે તો સૌરાષ્ટ્રના વધુ એક બોલર ચેતન સાકરિયાને પણ આ મેચ થકી ડેબ્યુ કરવાની તક મળી શકે છે.


પંજાબની બેટિંગ લાઈન કોઈ પણ વિરોધી ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પંજાબ પાસે રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા આક્રમક બેટસમેનો છે. આ ઉપરાંત તેની પાસે ડેવિડ મલાન, શાહરૂખ ખાન અને નિકોલસ પુરન જેવા હિટર છે. બોલિંગ એટેકમાં મોહમ્મદ શામી ધાર આપી રહ્યો છે. આ ઉપરાંત જાય રિચર્ડસન અને રિલી મેરેડિથ ટીમમાં આવી જવાથી બોલિંગ આક્રમણ વધુ મજબૂત બન્યું છે.


Related News

Loading...
Advertisement