ચીનની રસીનો બચાવદર ઘણો ઓછો: ખુદ અધિકારીએજ ખોલી પોલ!

13 April 2021 02:31 AM
World
  • ચીનની રસીનો બચાવદર ઘણો ઓછો: ખુદ અધિકારીએજ ખોલી પોલ!

ચીનની કોરોના રસી પણ ચાઈનાના માલ જેવી! :વળી પશ્ર્ચિમી રસી સામે શંકા ઉઠાવવાના ચીનના પ્રયાસો યથાવત!

બીજીંગ (ચીન) તા.12
ચીનના એક ઉચ્ચ કક્ષાનાં રોગ નિયંત્રણ અધિકારીએ ચીનની પોલ ખોલતા જણાવ્યું હતું કે દેશમાં બનેલી કોરોના વેકિસન ઓછી અસરકારક છે અને સરકાર તેને વધુ અસરકારક બનાવવા પર વિચાર કરી રહી છે.ચીનના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)ના નિર્દેશક ગાઓ ફૂએ જણાવ્યુ હતું કે ચીનની રસીમાં બચાવ દર વધુ નથી. ગાઓનું બયાન એવા સમયે બહાર આવ્યું છે. જયારે ચીને અન્ય દેશોને રસીના કરોડો ડોઝ આપ્યા છે અને પશ્ર્ચિમનાં દેશોની રસીનાં અસરકારક હોવા સામે શંકાઓ પેદા કરી છે અને તે શંકાને પ્રોત્સાહન આપવાની ચીન સતત કોશીશો કરે છે.


તેમણે જણાવ્યું હતું કે હવે એ બાબત પર ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે કે શું હવે આપણે રસીકરણની પ્રક્રિયા માટે અલગ અલગ રસીનો ઉપયોગ કરવો જોઈએ. વિદેશ મંત્રાલયના અનુસાર દવા નિર્માતા કંપનીઓ સિનોવેક અને સિનોફાર્મ દ્વારા બનાવાયેલી રસી મેકિસકો, તુર્કી, ઈન્ડોનેશીયા, હંગેરી, બ્રાઝીલ સહીતના દેશોમાં દવાઓ વિતરીત કરી છે.બ્રાઝીલનાં સંશોધકોએ ચીનની રસી નિર્માતા કંપની સિનોવેકનાં સંક્રમણ વિરોધી રસીને અસરકારક હોવાનો દર લક્ષણવાળા સંક્રમણથી બચાવમાં 50.4 ટકા જોવા મળી જયારે ફાઈઝર દ્વારા બનાવાયેલ રસી 97 ટકા અસરકારક જોવા મળી છે.


Related News

Loading...
Advertisement