જામનગરમાં અગમ્ય કારણસર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

13 April 2021 05:35 AM
Jamnagar
  • જામનગરમાં અગમ્ય કારણસર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

આપઘાત પાછળનું કારણ જાણવા પોલસે તપાસ

જામનગર તા.12: જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ ખાતે રહેતા યુવાને કોઇ અકળ કારણોસર ઘરે ગળાફાંસો ખાઇ જીવ દિધાનો બનાવ બહાર આવ્યો છે.સીટી સી પોલીસે મૃતદેહને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. શહેરમાં સત્યમ કોલોની વિસ્તારમાં ખાનગી કોમ્પ્યુટર સ્કુલની પાછળ પરીવાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા સમીર સુમનભાઇ મોરી (ઉ.વ. 35) નામના યુવાનેઘરે હોલના પંખાના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીઘી હતી. આ બનાવની મૃતકના પિતા સુમનભાઇ શામજીભાઇ મોરીએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.કોઇ પણ કારણોસર આ પગલુ ભર્યાનુ જાહેર થયુ છે.પોલીસે આપઘાતનુ કારણ જાણવા માટે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આટલી નાની ઉંમરમાં આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસ તપાસ શરૂ થઇ છે.


Loading...
Advertisement