એલ.આઇ.સી.કર્મચારીનું કોરોનાની સારવારમાં મોત

13 April 2021 05:36 AM
Jamnagar
  • એલ.આઇ.સી.કર્મચારીનું કોરોનાની સારવારમાં મોત

જામનગર તા.12:
જામનગરમાં દરરોજ કોવિડ હોસ્પિટલમાં 25થી 30 દર્દીઓના મૃત્યું થઇ રહ્યા છે. ગઇકાલે એલ.આઇ.સી.માં ફરજ બજાવતા લોકપ્રિય કર્મચારીને પણ કોરોના ભરખી ગયો હતો. જામનગરમાં કોરોનાએ સંક્રમણ ઉપરાંત હવે મોતના કિસ્સામાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ 30 આસપાસ દર્દીઓ કોવિડ હોસ્પિટલના બિછાને દમ તોડી રહ્યા છે. જો કે આ મૃતકોમાં જામનગર બહારના દર્દીઓની પણ નોંધપાત્ર સંખ્યા હોય છે. જામનગરમાં 81 પી નંબરની એલ.આઇ.સી.કચેરીમાં ફરજ બજાવતા અને કર્મચારીઓ, અધિકારીઓ, એજન્ટોમાં લોકપ્રિયતા મેળવનાર, નિષ્ઠાવાન કર્મચારી તરીકે ઓળખાતા વિમલભાઇ શાહનું 54 વર્ષની ઉમરે કોરોનાની બિમારી બાદ સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું ગઇકાલે જાહેર થયું હતું. વિમલભાઇ શાહના અવસાનથી એલ.આઇ.સી.વર્તુળમાં પણ શોકની લાગણી પ્રસરી છે.


Loading...
Advertisement