જોડિયા પંથકમાં વધુ એક રેતી ચોરીના રેકેટ પર પોલીસનો દરોડો

13 April 2021 05:39 AM
Jamnagar
  • જોડિયા પંથકમાં વધુ એક રેતી ચોરીના રેકેટ પર પોલીસનો દરોડો

11 ટ્રેકટર, 1 લોડર સહિતના વાહનો કબ્જે કરાયા: ખનીજ માફિયાઓ નાશી ગયા

જામનગર તા.12:
જોડીયા પંથકમાં બાદનપર, કુન્ન્ડ નજીક નદીમાં ગેરકાયદે રેતી ચોરી મામલે ફરીયાદો ઉઠતા ખાણ ખનિજ તંત્રએ પોલીસને સાથે રાખી દરોડા પાડી 11 ટ્રેકટર, 1 લોડર મશીન સહિતના વાહનો સીઝ કર્યા છે. બાદનપર,કુન્નડ પંથકમાં સ્થિત ઉંડ નદીમાં અમુક ખનિજ માફીયા દ્રારા ગેરકાયદે રેતી ખનન કરાતુ હોવાની ફરીયાદો ઉઠતા ખાણ ખનિજ વિભાગને માહિગાર કરતા વહેલી સવારે સ્થાનિક પોલીસ સહિતના કાફલો ધસી ગયો હતો.બાદનપર અને કુન્નડ પંથકમાં તંત્રે સામુહિક દરોડા પાડતા સ્થળ પર અલગ અલગ વાહનો મારફતે ગેરકાયદે રેતીનુ ખનન થતુ હોવાનુ માલુમ પડયુ હતુ.


આથી સ્થળ પરથી 11 ટ્રેકટર,એક લોડર મશીન સહિતનો મુદામાલ સીઝ કર્યો હતો. જયારે નદીના ઉકત ભાગમાંથી કેટલી રેતી ચોરી કરાઇ છે? વગેરે બાબતોનો તાગ મેળવવા માટે ખાણ ખનિજ વિભાગ દ્રારા સ્થળ રોજકામ સાથે સર્વેની તજવિજ હાથ ધરાઇ છે.આ કાર્યવાહી વેળા વાહનચાલકો નાશી છુટયાનુ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છેકે,ધારાસભ્ય સહિતના હોદેદાર સમક્ષ સ્થાનિક લોકો દ્રારા રેતી ચોરી મામલે રજુઆતો કરાઇ હતી જે બાદ તાકિદે તંત્રને જાણ કરાતા કાર્યવાહી હાથ ધરાઇ હોવાનુ પણ જાણવા મળ્યુ છે.


Loading...
Advertisement