કાલાવડના ધુનધોરાજી ગામના પ્રૌઢનું જંતુનાશક દવાની અસરથી મોત

13 April 2021 05:48 AM
Jamnagar
  • કાલાવડના ધુનધોરાજી ગામના પ્રૌઢનું જંતુનાશક દવાની અસરથી મોત

જામનગર તા.12:
જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુંના વધુ બે બનાવ નોંધાયા છે. જેમાં કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ દવાની વિપરીત અસર થતા પ્રૌઢનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું છે. જયારે જામનગરના જી.જી.હોસ્પિટલના ઇમરજનસી વોર્ડ સામેથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ સાંપડયો છે.
કાલાવડના ધુનધોરાજી ગામે રહેતા મગનભાઇ દામજીભાઇ વિરાણી(ઉ.વ.52) તા.9 ના પોતાની વાડીએ પાકમાં દવા છાંટતા હતાં ત્યારે દવાની ઝેરી અસર થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
જયારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઇમરજનન્સી વોર્ડ સામેથી શનિવારના અજાણ્યા 50 વર્ષની ઉંમરના પુરૂષનો મૃતદેહ સાંપડયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પુરૂષનું મૃત્ય બિમારી કે કુદરીતી રીતે થયું છે તેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement