બીએપીએસ સ્વામિ. મંદિર તા. 30 સુધી બંધ

13 April 2021 06:10 AM
Rajkot Dharmik
  • બીએપીએસ સ્વામિ. મંદિર તા. 30 સુધી બંધ

કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો દર્શનાર્થીઓ માટે બંધ થયા છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આગામી તા. 30 સુધી બંધ કરવામાં આવેલ છે. હરિભકતોએ ઓનલાઇન દર્શન કરવા પૂ. અપૂર્વમુનિજીએ જણાવેલ છે અને લોકોએ હાલની કપરી પરિસ્થિતિમાં કામ સિવાય બહાર ન નીકળવા તથા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે. ઉપરોકત તસ્વીરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા બીજી તસ્વીરમાં દર્શન બંધનું બેનર દ્રષ્ટિગોચર થાય છે.


Related News

Loading...
Advertisement