બુધવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વિશેષ કાર્યક્રમનું આયોજન

13 April 2021 06:13 AM
Rajkot Dharmik
  • બુધવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન
મંદિરે વિશેષ કાર્યક્રમનું આયોજન

ડો.આંબેડકર જયંતી નિમિત્તે

રાજકોટ, તા. 1ર
ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, 4 વૈદવાડી ખાતે આગામી તા. 14મીના ડો. આંબેડકર જયંતી નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન સાંજના 6.30 થી 7.4પ સુધી કરવામાં આવેલ છે.તા.14ના બુધવારે ભારતરત્ન બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે સાંજના 6.30 થી 7.4પ દરમ્યાન ઓશો સન્યાસી નીતિનભાઇ બાબાસાહેબ આંબેડકર પરનું વિશેષ પ્રવચન સંધ્યા સત્સંગ, બાબાસાહેબ પરનું ઓશોના પ્રવચનના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યું છે.
બાબાસાહેબ આંબેડકર
ભારતરત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ તા. 14-4-1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામે મહાર દલિત સમાજમાં થયો હતો. પિતા રામજીભાઇ માલોજીભાઇ સડવાલ ભારતીય સેનામાં સુબેદાર તરીકે નોકરી કરતા હતા. માતા ભીમાબાના તેઓ 14મા સંતાન હતા. દાદા કબિરપંથી હતા તેમનું મુળ વતન મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાનું અબાવડે ગામ હતું વિશેષ માહિતી માટે સ્વામિ સત્યપ્રકાશ (94272 54276) અથવા સજીવ રાઠોડ (98248 86070)નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement