કાલથી શા.માધવપ્રિયદાસજીના વકતાપદે સત્સંગીજીવન કથાનો પ્રારંભ

13 April 2021 06:16 AM
Rajkot Dharmik
  • કાલથી શા.માધવપ્રિયદાસજીના
વકતાપદે સત્સંગીજીવન કથાનો પ્રારંભ

રાજકોટ, તા. 1ર
સત્સંગીજીવન કથા ગ્રન્થ આકાશમાં ઉદય પામેલા ઝળહળતા સૂર્ય સમાન છે. સંત શિરોમણિ
મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગીજીવન માહાત્મ્યમાં આ ગ્રન્થને સૂર્યની ઉપમાં આપેલ છે.
આ સત્સંગીજીવન ગ્રન્થ અંતર્ગત ચતુર્થ પ્રકરણમાં રહેલ વિવિધ વિષયો જેવાકે ભાગવત રહસ્ય,લોયા શાકોત્સવ,માઘ સ્નાનનો મહિમા,પંચાળાનો રાસ,અમદાવાદ-ભૂજ-વડતાલ-ધોલેરા-દેવોની પ્રતિષ્ઠા,વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય, શિક્ષાપત્રી લેખન, સ્ત્રીઓ,ગૃહસ્થ વગેરેના ધર્મો,બારમાસના ઉત્સવો વગેરે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભકતોના આખ્યાનોની કથા કાલ તા. 13-4ના ચૈત્ર માસ પ્રારંભે મંગળવારથી દરરોજ ઓન લાઇન,રાતે 8 થી 9 એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતાપદે યોજાયેલ છે.


Related News

Loading...
Advertisement