વિરાટનગરમાંથી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

13 April 2021 07:10 AM
Rajkot Crime
  • વિરાટનગરમાંથી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

રામાપીર ચોકડી પાસેથી પણ દારૂની એક બોટલ સાથે એક ઝડપાયો

રાજકોટ તા.12
શહેરના વિરાટનગરમાંથી મયુરભાઇ ભીખુભાઇ બાળાના રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઇ આર.જે.કામળીયા તથા એએસઆઇ ભાનુભાઇ મિયાત્રાએ દરોડો પાડતા તેમના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.3000ના મુદામાલ સાથે એક વ્યકિતને ઝડપી પાડયો હતો. તે વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવ્યો તેમની વધુ તપાસ ભકિતનગર પોલીસ કરી રહી છે. જયારે રામાપીર ચોકડી પાસે ફ્રૂટના વેપારી મહેબુબભાઇ હબીબભાઇ ઓડીયાનું મોટર સાયકલ રોકીને તલાસી લેતા બિયર નંગ-1, સુઝુકી મોટર સાયકલ અને મોબાઇલ નંગ-1 મળી કમિાંત રૂા.1,00,100ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement