ગુજરાત એટીએસ વડા હિમાંશુ શુકલાને ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સમાં જવાબદારી

13 April 2021 07:14 AM
Gujarat India
  • ગુજરાત એટીએસ વડા હિમાંશુ શુકલાને ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સમાં જવાબદારી

ત્રાસવાદી ફંડીંગ વિરુદ્ધની આંતરરાષ્ટ્રીય કામગીરીમાં જોડાશે

નવી દિલ્હી:
ગુજરાતના એક બાદ એક બાહોશ આઈપીએસ અધિકારીઓની દિલ્હીમાં કેન્દ્રીય સ્તરે લેવાઈ રહેલી સેવામાં હવે રાજયના એન્ટી ટેરરીસ્ટ સ્કવોડના વડા ડીઆઈજી હિમાંશુ શુકલાને ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરાયા છે.

દેશમાં ત્રાસવાદ સહિતની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ ચલાવતા સંગઠનો અને વ્યક્તિઓને દેશ-વિદેશ માંથી જે નાણાકીય ભંડોળ મળે છે તેની સામેની તપાસ અને કાનૂની મુદે અગાઉની મનમોહન સરકારે આ ટાસ્કફોર્સની રચના કરી હતી અને હવે તેમાં શ્રી શુકલાને જવાબદારી અપાઈ છે. કેન્દ્ર સરકારે શ્રી શુકલા ઉપરાંત પંજાબના એટીએસ આઈજીપી અનન્ય ગૌતમ તથા જમ્મુના આઈજીપી મુકેશ સિંહની આ ટાસ્કફોર્સમાં નિયુક્તી થઈ છે.

શ્રી શુકલા અને તેની ટીમ હાલ ગ્રે એરીયામાં રહેલા પાકિસ્તાન સહિતના દેશો જે ભારતમાં ટેસ્ટ ફંડીંગ પુરુ પાડે છે. મુદો આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા ટાસ્કફોર્સમાં ઉઠાવીને તેના યજમાન પુરાવા રજુ કરીને કાનૂની રીતે પાક સહિતના દેશોને ફસાવશે. કેન્દ્ર સરકારે શ્રી શુકલાને આ જવાબદારી માટે પસંદ કર્યા છે. શ્રી શુકલાની એક બાહોશ પોલીસ અધિકારી તરીકે ગણના થાય છે. તેઓ ઈન્ડીયન કોસ્ટગાર્ડનું પણ પ્રતિષ્ઠીત સન્માન મળ્યું છે.

જે તેઓએ સમુદ્ર માર્ગે જે માદક પદાર્થો ભારતમાં ઘુસાડાય છે તેની સામેથી કામગીરી માટે અપાયા છે. તેઓએ 100 કિલો જેટલા હેરોઈનને ઝડપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી શુકલા ખડકપુર આઈઆઈટીના બી-ટેક ડીગ્રી ધરાવે છે અને યુપીએસસીમાં 54માં ક્રમાંકે પાસ થયા હતા. તેઓએ ભરૂચમાં આઈએસઆઈએસનું નેટવર્ક તોડી પાડવામાં મહત્વની કામગીરી કરી છે તથા કોલકતામાં અમેરિકી કોમ્પ્યુટર પરના હુમલાના કેસ ઉકેલવામાં પણ ભૂમિકા ભજવી હતી.


Related News

Loading...
Advertisement