કોરોનાનો ગભરાટ : રાજકોટના સ્મશાનોમાં લોકો અસ્થિ લેવા જતા પણ ડરી રહ્યા છે

13 April 2021 07:14 AM
Rajkot Gujarat
  • કોરોનાનો ગભરાટ : રાજકોટના સ્મશાનોમાં લોકો અસ્થિ લેવા જતા પણ ડરી રહ્યા છે
  • કોરોનાનો ગભરાટ : રાજકોટના સ્મશાનોમાં લોકો અસ્થિ લેવા જતા પણ ડરી રહ્યા છે

એકલા રામનાથપરા મુક્તિધામમાં ત્રણ મહિનામાં 1,000થી વધુ અસ્થિઓ એકઠા થયા છે

રાજકોટઃ
ગુજરાતભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટમાં પણ કેસો વધી રહ્યા છે. તો મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે વેઇટિંગ છે. કોરોના મૃતકના અંતિમ સંસ્કાર બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે, કોરોનાના ગભરાટથી લોકો સ્મશાનમાં જતા પણ ડરી રહ્યા છે તેથી મૃતકોના અસ્થિનો સ્મશાનમાં ભરાવો થઈ રહ્યો છે.

છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં 1,000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકોએ જણાવ્યું છે. રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ કહ્યું કે, હાલ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. આ કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કોરોનાથી થતા મોત બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા આવતા નથી જેથી અહીં 1,000 જેટલા મૃતકોના અસ્થિ સ્મશાનમાં પડ્યા છે. રામનાથપરા સ્મશાન ગૃહમાં વર્ષે 2020માં લગભગ 4,000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં 1,000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. લોકોમાં કોરોનાનો ભય કઈ હદ સુધી વ્યાપી ગયો છે તેનું આ ઉદાહરણ કહી શકાય.


Related News

Loading...
Advertisement