સુશીલ ચંદ્રા બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર: સત્તાવાર જાહેરાત

13 April 2021 07:22 AM
India
  • સુશીલ ચંદ્રા બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર: સત્તાવાર જાહેરાત

13 એપ્રિલે નિવૃત્ત થઈ રહેલા સુનિલ અરોરાનું સ્થાન લેશે

નવીદિલ્હી, તા.12
ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચમાં સૌથી વરિષ્ઠ કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાની પરંપરા છે. સરકારે ચૂંટણી પંચના ટોચના પદ માટે સુશીલ ચંદ્રાના નામને લીલીઝંડી આપી દીધી છે.

સુશીલ ચંદ્રાના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રાને સંસદીય ચૂંટણી પહેલાં 14 ફેબ્રુઆરી-2019માં ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. તે 13 એપ્રિલે નવો પદભાર ગ્રહણ કરશે કેમ કે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા એ જ દિવસે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. સુશીલ ચંદ્રા આ પદ ઉપર 14 મે-2022 સુધી રહેશે. ચૂંટણી પંચમાં આવતાં પહેલાં તેઓ કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડના ચેરમેન હતા.

નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં આવતાં વર્ષે માર્ચમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભામાં ચૂંટણીઓ થવાની છે. યુપીને બાદ કરતાં બાકીની વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચમાં ખતમ થઈ રહ્યો છે જ્યારે યુપી વિધાનસભાનો કાર્યકાળ 14 મેએ પૂરો થઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement