માસ્ક પહેરવામાં બેદરકારીએ પણ મુંબઈગરાઓને કોરોનાના ખપ્પરમાં હોમ્યા

13 April 2021 07:26 AM
India Top News
  • માસ્ક પહેરવામાં બેદરકારીએ પણ મુંબઈગરાઓને કોરોનાના ખપ્પરમાં હોમ્યા

બીએમસીએ માસ્ક મામલે અધધધ 25 લાખ કેસ કર્યા જેને પગલે દંડની રૂા.51.46 કરોડની આવક

મુંબઈ તા.12
દેશભરમાં કોરોનાએ મચાવેલા હાહાકાર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના બેલગામ બનીને રોજેરોજ નવા વિક્રમો બનાવી રહ્યો છે તેમાં મુંબઈગરાઓની બેદરકારી પણ બહાર આવી છે. માસ્કને લઈને બીએમસી (બૃહદ મુંબઈ મહાનગરપાલિકા) અધધધ એક-બે નહીં પણ 25 લાખ 53 હજાર 546 લોકો પર દંડ ફટકાર્યો હતો, જેને કારણે બીએમસીને અધધધ 51.46 કરોડની આવક થઈ છે. માસ્કના દંડના જે આંકડા અને રકમ બતાવે છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના ફેલાવામાં આવા બેદરકાર લોકોનો ફાળો નાનો સૂનો નથી. બીએમસીએ જણાવ્યું હતું કે ગત વર્ષે 20 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવાના 25,53,546 લોકોનો દંડ ફટકારાયો હતો અને મહાનગરપાલિકાને રૂા.51.46 કરોડ રૂપિયાની આવક થઈ હતી.


Related News

Loading...
Advertisement