જો મહિલાને એવું લાગતું હોય કે તે પુરુષ વિના કંઈ નથી તો તે સિસ્ટમની ખામી: કેરળ હાઈકોર્ટ

13 April 2021 07:35 AM
India Top News
  • જો મહિલાને એવું લાગતું હોય કે તે પુરુષ વિના કંઈ નથી તો તે સિસ્ટમની ખામી: કેરળ હાઈકોર્ટ

સરકારે સિંગલ મધરની મદદ માટે યોજના બનાવવી જોઈએ: હાઈકોર્ટ : લિવ ઈન સંબંધમાં બાળક પેદા થયા બાદ પુરુષે મહિલાને તરછોડી દેતા ઉભી થયેલી પરિસ્થિતિમાં કોર્ટની ટીપ્પણી

કોચ્ચી તા.12
કેરળ હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી કે જો કોઈ મહિલાને એવું લાગતું હોય કે તે પુરુષના સહયોગ વિના કંઈ જ નથી તો તે સિસ્ટમની નિષ્ફળતા છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે સરકારે સિંગલ મધરની મદદ માટે એક યોજના બનાવવી જોઈએ. અદાલતે સિંગલ મધરના દર્દનો ઉલ્લેખ કરતા મનુ સ્મૃતિનો શ્લોક ‘યત્ર નાર્યસ્તુ પુજયંતે, તત્ર રમંતે દેવતા (જયાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાનો નિવાસ હોય છે) નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટિપ્પણી અદાલતે જો અને અનિતાના કેસ પર કરી હતી. જોન અને અનિતા વર્ષ 2018માં લીવ ઈનમાં હતા. અનિતાએ જોનના બાળકોને જન્મ આપ્યો હતો. કેટલાક સમય બાદ જોન અનિતાને છોડીને ચાલ્યો ગયો હતો. અનિતાએ જોનનો સંપર્ક કર્યો હતો. આખરે પરેશાન થઈને તેણે બાળકને ચાઈલ્ડ વેલફેર કમીટીને સોંપી દીધો હતો. કમીટીએ બાળકને બીજા કપલને સોંપી દીધુ હતું. કેટલાક સમય બાદ જોન અને અનિતા ફરી એક સાથે આવ્યા અને કોર્ટને કહ્યું કે બાળકને પાછુ અપાવી દો. કોર્ટે કમીટીને આ મામલે વિચાર કરવાનું કહ્યું છે.

100 ટકા સાક્ષરતા ધરાવતા રાજયમાં મહિલાઓ પ્રત્યે વિચારો ખરા નથી: કોર્ટ
કોર્ટે જણાવ્યું હતું કે જયારે જોન, અનિતાથી અલગ થયો હતો ત્યારે અનિતાના મેસેજથી જાહેર છે કે તે બાળકને લઈને કેટલી ચિંતીત હતી. કોઈ મહિલાના લગ્ન ન થયા હોય તો મા બનવાનો અનુભવ કેટલો દર્દનાક હોય છે. સિંગલ મધર પાસે આર્થિક મદદની કોઈ વ્યવસ્થા નથી હોતી. તે તમામ ભાવનાત્મક પડકારોનો સામનો કરે છે એક એવું રાજય કે જયાં 100 ટકા સાક્ષરતા છે ત્યાં મહિલાઓ પ્રત્યે આપણા વિચારો ખરા નથી.Related News

Loading...
Advertisement