નિખિલ દોંગાને ભગાડવામાં મદદ કરનાર જેતપુરના ભાજપ નેતાની વિધિવત ધરપકડ : રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો

13 April 2021 07:38 AM
Rajkot Politics
  • નિખિલ દોંગાને ભગાડવામાં મદદ કરનાર જેતપુરના ભાજપ
નેતાની વિધિવત ધરપકડ : રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો

ગત તા.7ની મોડી રાત્રે જેતપુર શહેર ભાજપ મહામંત્રી વિપુલ સંચાણીયાને ભુજ પોલીસ ઉઠાવી ગઇ હતી, લાંબી પુછપરછ બાદ આરોપી બનાવાયો : રાજકારણમાં ગરમાવો

ભુજ તા.12
સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ગોંડલના નામચીન બદમાશ નિખિલ દોંગાને પોલીસ જાપ્તા વચ્ચે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ભગાડી જવાના કેસમાં પોલીસ અને ત્રાસવાદ વિરોધી દળે પાર પડેલા 72 કલાકના ઓપરેશન બાદ, નિખિલ અને તેના સાગરીતોને ઉત્તરાખંડમાંથી ઝડપ્યા બાદ, હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા કરે છે.


આ બદમાશને નાસવામાં મદદગારી કરવાની શંકાએ કેટલાક પોલીસ અધિકારીઓ,હોસ્પિટલના સ્ટાફ બાદ આજે કાવતરાંમાં સંડોવાયેલાં રાજકોટના જેતપુર શહેર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશ સંચાણીયાની ભુજ પોલીસે ધરપકડ કરી લેતાં રાજકારણ ગરમાયુ છે.આ ગુનામાં પોલીસે અગાઉ સંચાણીયા સહિત કેટલાંક લોકોને પૂછપરછ માટે રાજકોટથી ભુજ લઈ આવી હતી. પોલીસે હાલ વિપુલને ભુજની અદાલતમાં રિમાન્ડ મેળવવા રજૂ કર્યો છે.દરમ્યાન ગઇકાલે નિખિલ દોંગાને લઈ જતી પોલીસની જીપ સૂરજબારી પુલ નજીક પલટી ખાઈ ગઈ હતી જો કે, સદ્ભાગ્યે જીપમાં સવાર દોંગા સહિત પાંચ જેટલા પોલીસ કર્મચારીઓનો આબાદ બચાવ થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો


પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. ગોહિલ, એએસઆઈ જે.વી. ઝાલા અને જીપ ચાલક-પોલીસ કોન્સ્ટેબલો વગેરે મળી 6 જણની પોલીસ ટીમ મહિન્દ્રા બોલેરો જીપમાં ગોંડલના ગેંગસ્ટર નિખિલ દોંગાને લઈ મેડિકલ તપાસ માટે ભુજથી સવારે જામનગર તરફ જવા નીકળી હતી તે દરમિયાન સૂરજબારી ટોલનાકા પહેલાં બોલેરો આગળ જઈ રહેલાં એક ડમ્પરચાલકે અચાનક બ્રેક મારતા પોલીસ જીપચાલક કુંપાભાઈ ચૌધરીએ બ્રેક મારતાં જીપ રસ્તાની ખાલી બાજુમાં ખેંચાઈ ગઈ હતી. તે જ સમયે જીપની પાછળ પૂરપાટ વેગે આવી રહેલા ડમ્પરે જીપને ટક્કર મારી દીધી હતી. દુર્ઘટનામાં ડમ્પર અને જીપ બંને વાહન પલટી ગયાં હતા. સદભાગ્યે જીપમાં સવાર આરોપી અને પોલીસકર્મીઓનો બાલ-બાલ બચાવ થયો હતો. જ્યારે ડમ્પર ચાલકને સામાન્ય મુઢ જેવી ઈજા થઈ હતી.
આ તકફ ભુજ પોલીસે વિપુલ સંચાણીયાના રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસને કોલ ડીટેઇલન ચેક કરતી વખતે વિપુલ સંચાણીયાની સંડોવણી હોવાનો ખ્યાલ આવ્યો હતો. આરોપીએ નિખિલને આર્થિક મદદ કરી છે? કે પછી ભાગવા માટે અન્ય વ્યવસ્થા કરી આપી છે? તે સવાલોના જવાબ જાણવા વધુ પુછપરછ થશે. અહીં નોંધનીય છે કે વિપુલ સંચાણીયા સુધી જ તપાસ સિમિત રહેશે કે પોલીસનો પંજો એથી આગળ કોઇ નેતા સુધી પહોંચશે તે જોવુ રહ્યું.


Related News

Loading...
Advertisement