બીગ બી એ તેમના નિવાસ ‘જલસા’ અને ફિલ્મ ‘ચૂપકે ચૂપકે’ ને લઇને યાદો વાગોળી

13 April 2021 07:39 AM
Entertainment
  • બીગ બી એ તેમના નિવાસ ‘જલસા’ અને ફિલ્મ ‘ચૂપકે ચૂપકે’ ને લઇને યાદો વાગોળી

ફિલ્મને 46 વર્ષ પૂરા થતા રસપ્રદ માહિતી શેર કરી

મુંબઇ : અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ ‘ચૂપકે ચૂપકે’ની રિલીઝને 46 વર્ષ પુરા થતા આ ફિલ્મ અને તેમના નિવાસસ્થાન ‘જલસા’ ને લઇને એક રસપ્રદ પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં કરી હતી. બચ્ચને ગઇકાલે રવિવારે જણાવ્યું હતું કે ‘ચૂપકે ચુપકે’નું શૂટીંગ ‘જલસા’ બંગલામાં થયું હતું આ કોમડી ફિલ્મમાં અભિતાભે ઇંગ્લીશ વિષયના પ્રોફેસર સુકુમારનું પાત્ર ભજવ્યું હતુ. અમિતાભે ફિલ્મની કેટલીક જયા ભાદુરી-બચ્ચન સાથેની તસવીરો પણ અપલોડ કરી હતી. અમિતાભે લખ્યું હતું ઋષિકેશ મુખરજીની આ ફિલ્મે 46 વર્ષ પૂરા ર્યા છે. ફિલ્મમાં તમે જે ઘર જોઇ રહયા છો તે પ્રોડયુસર એનસી સિપ્પીનું છે. અમે તે તેમની પાસેથી ખરીદયું બાદમાં વેચી નાખ્યુ, બાદમાં ફરી તે ખરીદયું અને ફરીથી બાંધ્યું. તે હવે અમારું ઘર ‘જલસા’ છે. અમિતાભ બચ્ચન લખે છે અહીં અગાઉ ઘણી ફિલ્મો આનંદ, નમકહરામ, ચૂપકે ચૂપકે, સતે પે સતાના શૂટીંગ થયા છે. ઉલ્લેખનીય છે કે ચૂપકે ચૂપકેમાં ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, ઓમ પ્રકાશે પણ કામ કર્યુ હતુ.


Related News

Loading...
Advertisement