કલોઇ જાવને ફિલ્મ ‘નોમેડલેન્ડ’ માટે ડીજીએનો શીર્ષ પુરસ્કાર

13 April 2021 07:40 AM
Entertainment
  • કલોઇ જાવને ફિલ્મ ‘નોમેડલેન્ડ’ માટે ડીજીએનો શીર્ષ પુરસ્કાર

લોસ એન્જલસ : ફિલ્મકાર કલોઇ જાવે પોતાની ફિચર ફિલ્મ ‘નોમેડલેન્ડ’ માટે ડાયરેકટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (ડીજીએ) પુરસ્કારોમાં અવ્વલ પુરસ્કાર જીત્યો છે. બીજીંગમાં જન્મેલી જાવે આ પુરસ્કાર સમારોહના 73 મા સંસ્કરણમાં સર્વશ્રેષ્ઠ ફિચર નિર્દેશનનો પુરસ્કાર મેળવ્યો હતો. જાવ આ પુરસ્કાર જીતનાર પહેલી એશિયાઇ મહિલા અને મુખ્ય ડીજીએ પુરસ્કાર જીતનાર બીજી મહિલા છે. આ પહેલા કેથરિન બિગલોવને ર009માં આવેલી પોતાની ફિલ્મ ‘ધ હર્ટ લોકર’ માટે પુરસ્કાર મળ્યો હતો.


Related News

Loading...
Advertisement