‘મા રેનીઝ બ્લેક બોટમ’ એ ‘બાફટા’માં બે એવોર્ડ જીત્યા

13 April 2021 07:41 AM
Entertainment
  • ‘મા રેનીઝ બ્લેક બોટમ’ એ ‘બાફટા’માં બે એવોર્ડ જીત્યા

મુંબઇ : 74 મા બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (બાફટા) પુરસ્કારના પ્રથમ દિવસે વિઓલા ડેવિસ અભિનિત ‘મા રેનીઝ બ્લેક બોટમ’ ને ટેકનિકલ શ્રેણીમાં બે એવોર્ડ મળ્યા છે. કોરોના વાઇરસ વૈશ્વીક મહામારીના કારણે ફેબ્રુઆરીમાં સ્થગિત થયેલ વાર્ષિક પુરસ્કાર સમારોહને બે દિવસનો કાર્યક્રમ કરાયો છે. બાફટા સમારોહના પ્રથમ દિવસની યજમાની બ્રિટીશ રેડિયોના જાણીતા હસતી કલારા અમફોએ કરી હતી. સમારોહનું આયોજન શનિવારે ઓનલાઇન કરવામાં આવ્યુ હતુ અને તેમાં આઠ શ્રેણીઓના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. ‘મા રેનીઝ બ્લેક બોટમ’ ને પોશાક ડિઝાઇન અને સર્વશ્રેષ્ઠ મેકઅપ માટે પુરસ્કાર મળ્યા હતા. જયારે ગેરી ઓલ્ડમેનની ડેવિડ ફિન્ચરની ‘મંક’ ને સર્વશ્રેષ્ઠ નિર્માણ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો. જયારે ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલનની જાસૂસી થ્રીલર ‘ટેનેટ’ને સર્વશ્રેષ્ઠ દૃશ્ય પ્રભાવ માટે એવોર્ડ મળ્યો હતો.


Related News

Loading...
Advertisement