ધનુષ સ્ટારર સાઉથની ફિલ્મ ‘કરનાન’ ના ઓટીટી રાઇટ ભારે કિંમતે વેચાયા

13 April 2021 07:43 AM
Entertainment
  • ધનુષ સ્ટારર સાઉથની ફિલ્મ ‘કરનાન’ ના ઓટીટી રાઇટ ભારે કિંમતે વેચાયા

ફિલ્મ નિર્માતાઓ હવે ઓટીટીના શરણે

મુંબઇ : હાલ દેશમાં કોરોનાની બીજી ખતરનાક લહેરને પગલે બોલીવુડમાં નવી ફિલ્મની રિલીઝ ટળી રહી છે અને નિર્માતાઓ ઓટીટી પ્રત્યે વલણ રાખી રહયા છે. આ સંજોગોમાં સાઉથના એકટર ધનુષ સ્ટાર ફિલ્મ ‘કરનાન’ ના ઓટીટી હક એમેઝોન પ્રાઇમે ખરીદયા છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધનુષ-મેરી સેલ્વરાજની આ ફિલ્મના ઓનલાઇન સ્ટ્રીમીંગ રાઇટસ મોટી કિંમતે વેચાયા છે. ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ બાદ એક મહિના બાદ આ ફિલ્મ થિયેટરોમાં રજુ થાય તેવી સમજુતી થઇ છે. સાઉથની આ ફિલ્મના પ્રસારણ હકો ખરીદવા માટે નેટ ફિલકસ પણ મેદાનમાં હતું પણ એમેઝોન પ્રાઇમ મેદાન મારી ગયુ. આ તમિલ ફિલ્મ પાસેથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement