જીવતર તો ઠીક, કોરોનાએ માણસના મોતનો મલાજો પણ છીનવી લીધો

13 April 2021 07:45 AM
Surat Gujarat Top News
  • જીવતર તો ઠીક, કોરોનાએ માણસના મોતનો મલાજો પણ છીનવી લીધો
  • જીવતર તો ઠીક, કોરોનાએ માણસના મોતનો મલાજો પણ છીનવી લીધો
  • જીવતર તો ઠીક, કોરોનાએ માણસના મોતનો મલાજો પણ છીનવી લીધો

કોરોનાએ કેવા દિવસો દેખાડયા, માનવ તો ઠીક માનવતા, સંવેદનાને શિકાર બનાવી : સુરતના ઓલપાડની મહિલાના મૃતદેહને શબવાહિની ન મળી તો રેકડીમાં લઈ જવો પડયો : કરૂણતાએ ત્યાં પણ પીછો ન છોડયો-સ્મશાન સંચાલકે દરવાજા બંધ કરી દીધા! ઉધનામાં મૃતદેહની કેવો કમનસીબી કે અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડા પણ ન મળ્યા, કેરોસીન છાંટયા: અમદાવાદમાં શબવાહિની ન મળતા મૃતદેહને કારમાં નાખી લઈ જવો પડયો

મૃત્યુ અંતિમ સત્ય છે. મૃત્યુ પામનારાએ ભલે આખું જીવન અપમાનનો સામનો કર્યો હોય તેમ છતા મૃત્યુ પામનારને ફુલોથી સજાવીને સન્માન આપીએ છીએ.ભલે તે પાણી માટે તરસ્યો હોય પણ અંતિમ સમયે ગંગાજળથી તેની તરસ છીપાવીએ છીએ. મૃત્યુ ભલે સ્વાભાવિક અને અંતિમ સત્ય હોય તેમ છતાં તે મૃતકના સ્વજનો-પ્રિયજનો માટે દર્દનાક ઘટના છે અને આથી જ સ્વજન-પ્રિયજનને માન-સન્માન સાથે વિદાય અપાતી હોય છે પણ કોરોનાએ માનવ જાતને કેવા દિવસો દેખાડયા છે.

જીવતે જીવ માણસને કોરોના મારી નાખે છે અને માણસને મારી નાખ્યા પછી પણ તેના સ્વજનો-પ્રિયજનોને તેનું અંતિમ દર્શન શકય નથી બનતું. હોસ્પીટલો તો ઠીક પણ સ્મશાનમાં પણ અંતિમવિધીના કતારના દ્રશ્યો કોરોનાએ માનવ જાતને બતાવ્યા છે. કોરોનાએ માત્ર માણસના શરીર પર જ ઘા નથી કર્યો પણ માણસની સંવેદના અને માનવતાને પણ શિકાર બનાવી દીધી હોય તેવા વરવા દ્રશ્યો છેલ્લા કેટલાંક દિવસોથી જોવા મળ્યા છે.

સુરતના ઓલપાડમાં કોરોનાનો શિકાર બનેલા મહિલાની કરમ કથની કેવી કે શબવાહીની ન મળતા તેમના શબને રેકડીમાં નાખીને સ્મશાનમાં લઈ જવી પડી હતી. આ મહિલાની કરૂણ કથનીની ચરમસીમા તો ત્યાં જોવા મળી કે સ્મશાનગૃહના સંચાલકે પણ મૃતદેહની અંતિમવિધી કરવાની ના પાડી દીધી ખુબ રકઝક અને મગજમારી પછી મૃતદેહને અંતિમ વિધી માટે છૂટ અપાઈ હતી. ભલામણોનો દોર સામાન્ય બાબતમાં જોવા મળતો હોય છે.

પણ કોરોનાએ એવા દિવસો દેખાડયા કે સ્મશાનમાં અંતિમવિધી માટે ભલામણ કરાવવી પડે. માણસનું અંતિમ સન્માન તેના સુખડનાં કાષ્ઠથી અંતિમ સંસ્કાર કરીને કરવામાં આવતું હોય છે. સુખડના લાકડા તો ઠીક સામાન્ય ભઠ્ઠી કે લાકડામાંલ પણ અંતિમવિધીનું નસીબ હાલ મૃતદેહો ગુમાવી રહ્યા છે. કાળજુ કંપાવી દેતો આવો સુરતના ઉધનાનો કિસ્સો છે. કોરોનાનો શિકાર બનેલા એક વ્યકિતના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડા પણ નસીબ નહોતા થયા, જે લાકડા મળ્યા તે લીલા હતા.

આ કમનસીબ મૃતદેહને જલવા માટે ઘીનું સદભાગ્ય નહોતું મળ્યુ પણ કેરોસીનમાં બળવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થયુ હતું. કોરોનાએ વર્તાવેલા કાળા કહેરે માનવને પણ સંવેદનશુન્ય-પથ્થર દિલનો બનાવી દીધો હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. અમદાવાદમાં મણીનગરની એક વ્યકિતને સારવાર માટે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરાયો હતો. તબીબો એટલી હદે તો નિષ્ઠુર થઈ ગયા હતા કે મૃતક પરિવારજનોને મૃત્યુનું કારણ પણ ન જણાવ્યું

કે ન તો કેસ પેપર કરી આપ્યા, ત્યાં સુધી કે હોસ્પીટલનાં સંચાલકોએ શબવાહીની આપવાનો ઈન્કાર કરતાં આખરે મૃતદેહોને કારમાં નાખીને લઈ જવો પડયો હતો. આમ કોરોનાએ અને નિષ્ઠુર લોકોએ માણસનુ જીવન તો ઠીક મોતનું સુખ પણ છીનવી લીધુ છે.


Related News

Loading...
Advertisement