આયોલાલ.... ઝુલેલાલ : આવતીકાલે સિંધી સમાજમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર ઉજવાશે ઝુલેલાલ જયંતી

13 April 2021 07:46 AM
Rajkot Dharmik
  • આયોલાલ.... ઝુલેલાલ : આવતીકાલે સિંધી સમાજમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર ઉજવાશે ઝુલેલાલ જયંતી

ઝુલેલાલ મંદિર-સિંધી કોલોની ખાતે કાલે ઝુલેલાલ જયંતી તથા સંત કંવરરામ સાહેબનો જન્મોત્સવ ઉજવાશે : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે વિશેષ કાર્યક્રમ : સિંધી સમાજમાં ઉમંગ

રાજકોટ તા. 12 : સમસ્ત સિંધી સમાજમાં આવતીકાલ તા. 13 ના મંગળવારે ઇષ્ટદેવ ઝુલેલાલ સાંઇનો પ્રાગટયોત્સવ સરકારી માર્ગદર્શિકા અનુસાર ઉજવાશે. રાજકોટમાં આવેલા શ્રી હરિ મંદિર, ઝુલેલાલ મંદિરમાં અત્યંત મર્યાદિત સંખ્યામાં શ્રી ઝુલેલાલ જયંતી-ચેટી ચાંદ પર્વ ઉજવાશે.


સિંધી કોલોની
રાજકોટમાં સિંધી કોલોનીમાં આવેલ શ્રી ઝુલેલાલ મંદિર ખાતે આવતીકાલે સવારે 10 વાગે ઝુલેલાલ તથા સંત કંવરરામ સાહેબનું કેક કાપીને આરતી, પંજડા, પલ્લવ આરાધના કરાશે. તથા 10 થી સાંજના છ સુધી સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શન થશે. દરેકે માસ્ક ધારણ કરવુ જરુરી છે. સાંજના છ પછી બેરાણા સાહેબનું વિસર્જન થશે. મંદિરે પ્રસાદ તથા શરબતનું વિતરણ થશે. સૌએ પોત પોતાના ઘેર રહીને પુજા કરવાની રહેશે. કોરોના મહામારીના કારણે દર્શનાર્થીઓએ સરકારની માર્ગદર્શીકા અનુસાર તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. કાલે ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ તથા સંત ંવરરામ સેવા સમિતિ સંયુકત રીતે ઉજવણી કરશે.
સમસ્ત સિંધી સમાજમાં ઝુલેલાલ જયંતીની ઉજવણીનો ધર્મોલ્લાસ છવાયો છે.
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર
ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની સાઇડમાં 4 વૈદવાડી ખાતે આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવતીકાલ તા. 13 ના મંગળવારે સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચંદ, ભગવાન ઝુલેલાલ જયંતી નિમિતે સાંજના 6-45 થી કીર્તનોત્સવ, સંધ્યા ધ્યાન વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ (મો. નં. 94272 54276) અથવા સંજીવ રાઠોડ (98248 86070) નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement