તમામ કોંગ્રેસ કાર્યાલયો કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા પ્રદેશ નેતાઓની સરકારને ઓફર!

13 April 2021 07:49 AM
Rajkot Gujarat
  • તમામ કોંગ્રેસ કાર્યાલયો કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા પ્રદેશ નેતાઓની સરકારને ઓફર!

અમિત ચાવડા, શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ રાજયપાલને મળી વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે મદદ કરવા તૈયારી દાખવી

રાજકોટ તા.12
ગુજરાત રાજયના તમામ શહેરોમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયોને કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરવાની તૈયારી પ્રદેશ કોંગ્રેસે બાતમી રાજયપાલને રજુઆત કરી હતી. આ રજુઆતમાં અમિત ચાવડા, શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજયપાલને મળીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે સામુહિક લડાઇ લડવા માટે રાજનીતિથી ઉપર ઉઠી કોંગ્રેસ પક્ષે સામે ચાલી અને સરકારની નીતિ, નિયમો અને કાર્યક્રમોને સમર્થન આપ્યું હતું. તેમજ કોરોના વિરૂઘ્ધની લડાઇને જન આંદોલનમાં પરિવર્તીત કરવા માટે સહયોગ અને જાહેર અપીલ કરી હતી. પરંતુ રાજય સરકારે વીતેલા એક વર્ષ દરમ્યાન એક પણ સર્વપક્ષીય મીટીંગ આયોજીત કરવા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને કોરોના ગાઇડ લાઇનના અમલ અંગે કાયદાના અલગ-અલગ કાટલાઓથી માત્રને માત્ર રાજકીય સ્વાર્થ સાધવા માટે સરકાર અને સંગઠનના કાર્યકર્તાઓએ રેલી, મેળાઓ, ઉત્સવો અને રાજકીય સમારંભો યોજવા માટે આરોગ્ય વિષયક તજજ્ઞોની સલાહને સતત અવગણવાના કારણે હાલ સમગ્ર રાજયમાં કોરોના મહામારીનું સંક્રમણ ખૂબ આક્રમકતાથી ઝડપભેર આગળ વધી રહ્યું છે અને ગ્રામ્ય સ્તરે વ્યાપ અને ઘાતકતાએ સમગ્ર ગુજરાતમાં વિસ્ફોટક સ્થિતિ પેદા કરી છે.


હાલ સમગ્ર રાજયમાં દવાખાના, ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, કોવીડ બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, રેમડેસવીર, જેવા આવશ્યક ઇન્જેકશન અને પ્રાણવાયુ સમાન ઓકસીજનની સમાગ્ર રાજયમાં ભારે મોટી અછત વર્તાઇ રહી છે. તેમજ લેબોરેટરી લાઇન, દવાખાને લાઇન, મેડીકલ સ્ટોરે લાઇન સહિત સરકારી નિષ્ફળતાના કારણે સામાન્ય માણસે સ્મશાને પણ લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર બનવું પડે તેવી કટોકટીની સ્થિતિમાંથી સમગ્ર ગુજરાત પસાર થઇ રહ્યું છે.


કોરોના મહામારીના પ્રથમ તબક્કાના શરૂઆતી સંક્રમણે સરકારને પૂર્વ તેયારી માટે સચેત કરી હતી અને મહામારીને રોકવા માટે ટ્રેકીંગ, ટ્રેસીંગ ટેસ્ટીંગ તથા ટ્રીટમેનટ અંગે સુદ્રઢ રીતે આગોતરૂ આયોજન કરવા માટે પુરતો સમય આપ્યો હતો. પરંતુ સરકારનો રાજકીય સ્વાર્થ, અભિમાન, અણઆવડત અને ઇચ્છાશકિતના અભાવે આજે સમગ્ર રાજયની આરોગ્ય સેવાઓ સંપૂર્ણ રીતે ઘ્વસ્ત થઇ ચુકી છે.


હાલ કોરોનાનો બીજો તબક્કો આક્રમકતાથી વધુ ઉંચાઇ તરફ આગળ વધી રહ્યો છે અને હજુએ ભવિષ્યમાં સમગ્ર ગુજરાતે ત્રીજા તબક્કા માટે તૈયાર રહેવું અતિ આવશ્યક છે. આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ આ ગંભીર ઘટનાઓ પ્રત્યે આપનું ઘ્યાન દોરતાં આપના હોદાની રૂએ વ્યાપક જનહિતમાં રાજય સરકારને જરૂર નિર્દેશો આપવા વિનંતી કરે અને કોરોના મહામારીની 5રિસ્થિતિને અત્યંત ઝડપથી કાબૂમાં લાવવા અંગે એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ હંમેશા સહકાર આપવા તત્પર છે તેની પુન: ખાતરી આપે છે.


Related News

Loading...
Advertisement