ચૂંટણીના બુથ મેનેજમેન્ટની જેમ કોરોનાનું માઈક્રો મેનેજમેન્ટ ગોઠવો

13 April 2021 07:57 AM
Gujarat
  • ચૂંટણીના બુથ મેનેજમેન્ટની જેમ કોરોનાનું માઈક્રો મેનેજમેન્ટ ગોઠવો

નિયમનું પાલન ન કરનારને પોલીસને બોલાવી સરકારી સુવિધામાં મોકલી આપો

રાજયમાં કોરોના સંક્રમણમાં હોમ કોરન્ટાઈન દર્દીઓ ખરેખર તેમના ઘરમાં જ પુરાઈ રહે છે કે કેમ તે મુદે હાઈકોર્ટે પ્રશ્ર્ન પૂછયો હતો અને જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે હોમ કોરન્ટાઈન દર્દીઓ પર કોઈ વોચ નથી. સરકારે સોસાયટી અને મહોલ્લામાં જે માઈક્રો કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરે છે ત્યાં સોસાયટીમાં કે મહોલ્લામાં એક વ્યક્તિને જવાબદારી સોંપીને તેને હોમ કોરન્ટાઈન વ્યક્તિ બહાર ન નીકળે, કોઈ નવા સંક્રમીત થાય તો તેને તાત્કાલીક તબીબી સારવાર મળે અને ટેસ્ટ વગેરે થાય તેવું બુથ મેનેજમેન્ટ ગોઠવવા સૂચન કર્યુ હતું અને જણાવ્યું હતું કે સોસાયટીના આ જવાબદાર વ્યક્તિને સતા આપવી જોઈએ અને જો તેનું ન માને તેના માટે પોલીસને બોલાવીને સરકારી કોરન્ટાઈન સુવિધામાં મોકલી આપવા જોઈએ.


Related News

Loading...
Advertisement