ગુજરાતમાં કોરોનાનો નવા- લોકલ સ્ટ્રેન ફેલાયો છે!

13 April 2021 07:58 AM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાનો નવા- લોકલ સ્ટ્રેન ફેલાયો છે!

ગુજરાત સરકારની ટાસ્ક ફોર્સના સત્યની ખાનગીમાં કબુલાત : પહેલા કરતા ઘાતક બાળકોને પણ સંક્રમિત કરે છે: મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ

રાજકોટ: ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 5000થી વધુ દૈનિક કેસ તથા મૃત્યુઆંકમાં અભૂતપૂર્વ ઉછાળા પાછળ હવે વધુ શક્તિશાળી અને લોકલ કોરોના વાયરસનો સ્ટ્રેન સર્જાયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે અને આ અંગે એક તાકીદે અત્યારની જરૂર પણ વૈજ્ઞાનિકો દર્શાવી રહ્યા છે. ગુજરાત રોજ નવા ઉંચા સ્તર સંક્રમણ દર્શાવી રહ્યું છે અને મૃત્યુઆંકમાં સરકાર ‘ઓડીટ’ કરીને ઓછા મોત દર્શાવે છે પણ વાસ્તવમાં તે સતાવાર કરતા ડબલ અને તેથી વધુ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે

તથા હાલ જે કેસ આવી રહ્યા છે તેમાં વાયરસ લોડ પણ ખૂબ જ ઉંચો હોવાનું જાહેર થઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોરોના અંગે જે ટાસ્કફોર્સની રચના કરી છે તેના નિષ્ણાંત તબીબો ખાનગીમાં સ્વીકારે છે કે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તેમ કરતા વધુ ગંભીર છે અને રાજયમાં નવો સ્ટ્રેન કામ કરી રહ્યા છે અને સૌથી ચિંતાજનક એ છે કે આ વાયરસ બાળકોને પણ સંક્રમીત કરી રહ્યો છે જે પ્રથમ વેવ સમયે સલામત હતા.

વાયરસ મ્યુટેશન થયુ છે તે નવુ છે. જુના સંશોધનો કે અભ્યાસ પર આધાર રાખીને બેસાશે નહી. જો સરકાર બધુ ઢાંકપીછોડા હેઠળ રાખશે તો પછી તેનાથી મોટી ભુલ કોઈ હશે જ નહી. સુરત સ્થિત પ્લુમોનોલોજીસ્ટ ડો. મિલન મોદી કહે છે કે ગત વર્ષની સરખામણીમાં આ વેવમાં વધુ દર્દીઓને હોસ્પીટલમાં રાખવાની જરૂર પડે છે. વાયરસ વધુ આકરા છે અને તે દર્શાવે છે કે નવી લોકલ મ્યુટેશન છે હાલ જે દર્દીઓ આવે છે તેમાં મોટાભાગની ક્રિટીકલ તબકકે પહોંચી ગયા હોય છે અને

તેથી હોસ્પીટલો પરનો બોજો વધી ગયો છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નવો લોકલ સ્ટ્રેઈન છે તે ચોકકસ છે. અમદાવાદ સ્થિત ફીઝીશ્યન ડો. પ્રવિણ ગર્મ કહે છે કે વાયરસ વધુ ઘાતક છે. ગત વેવ કરતા વધુ ઝડપે વેવ પ્રસરી રહ્યો છે અને સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે આપણે કટોકટીની મધ્યમાં છીએ અને આપણે તબીબી સુવિધા દવાઓની તાત્કાલીક જરૂર છે.


Related News

Loading...
Advertisement