કયાંક ઓકિસજનની કમી તો કયાંક વેન્ટીલેટર ખરાબ હાલતમાં : કેન્દ્રીય ટીમનો ચોંકાવનારો રિપોર્ટ

13 April 2021 07:59 AM
India
  • કયાંક ઓકિસજનની કમી તો કયાંક વેન્ટીલેટર ખરાબ હાલતમાં : કેન્દ્રીય ટીમનો ચોંકાવનારો રિપોર્ટ

મહારાષ્ટ્ર છતીસગઢ, પંજાબમાં કોરોના વિસ્ફોટ તારણો જાહેર : રાજયોમાં સ્વાસ્થ્ય કર્મીઓની અછતનો પણ ઘટસ્ફોટ

નવી દિલ્હી તા.12
કોરોનાના વધતા કેસોને લઈને વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી. ત્યારે પીએમનાં નિર્દેશ મુજબ મહારાષ્ટ્ર, છતીસગઢ, અને પંજાબમાં પરિસ્થિતિનો તાગ મેળવવા ત્યાં નિષ્ણાંતોની એક ટીમ મોકલવામાં આવી હતી આ ટીમે આ રાજયોમાં કયાંક ઓકસીજનની કમી તો કયાંક વેન્ટીલેટર ખરાબી પણ હોવાના કારણો જણાવ્યા હતા.

એકસપર્ટની ટીમે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનાં ત્રણ જીલ્લાની હોસ્પીટલ પુરી ભરાઈ ગઈ છે. તો અન્ય ત્રણ જીલ્લામાં ઓકસીજનની સપ્લાયમાં સમસ્યા પેદા થઈ રહી છે. પંજાબમાં એક પણ એવી હોસ્પીટલ નથી જે માત્ર કોરોના દર્દીઓ માટે હોય સાથે સાથે રાજયમાં સ્વાસ્થ્ય કર્મીઓની પણ કમી છે. જયારે છતીસગઢમાં આરટી-પીસીઆરની કમી છે.

એકસપર્ટની ટીમ અનુસાર કેટલાંક જીલ્લામાં વેન્ટીલેટર વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા. રાજયનાં સતારા, ભંડારા, પાલઘર, જીલ્લામાં ક્ષમતાથી વધુ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. તેથી ટેસ્ટ રિપોર્ટ આવવામાં મોડુ થઈ રહ્યું છે. જયારે પંજાબમાં સ્વાસ્થ્ય કર્મીઓની અછત ઉભી થઈ છે. છતીસગઢમાં બાલોડ, રાયપુર, જેવા જીલ્લામાં હોસ્પીટલો ભરાઈ ગઈ છે. રેમડેસીવર દવાની પણ કમી છે.


Related News

Loading...
Advertisement