આજીડેમ પાસે બે શાકભાજી ધંધાર્થી બાખડયા :. એક મહિલાને ઇજા

13 April 2021 07:59 AM
Rajkot
  • આજીડેમ પાસે બે શાકભાજી
ધંધાર્થી બાખડયા :. એક મહિલાને ઇજા

રાજકોટ તા.12
આજી ડેમ વિસ્તારમાં રહેતા બે શાકભાજી ધંધાર્થીઓ સામાન્ય બાબતમાં ઝઘડી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી.વિસ્તૃત માહિતી મુજબ બે શાકભાજી ધંધાર્થીઓની પૈસા લેતી-દેતી મામલો ઘર સુધી પહોંચતા શાકભાજીના ધંધાર્થી ડાયાભાઇ સોલંકી અને નાથાભાઇ વચ્ચે ઝઘડો થતા તેમા વચ્ચે પડેલા ડાયાભાઇના પત્ની જયાબેન (ઉ.વ.45)ને નાથાભાઇ તથા છાંયાબેન અને અન્ય પાંચ વ્યકિતઓએ હુમલો કરતા તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમની વધુ તપાસ આજીડેમ પોલીસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement