મહારાષ્ટ્ર-દિલ્હીમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ

13 April 2021 08:00 AM
India
  • મહારાષ્ટ્ર-દિલ્હીમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ

નવીદિલ્હી, તા.12
કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બની ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તો કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. કોરોનાના 70 ટકાથી વધુ કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી જ મળી રહ્યા છે અને આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ સામેલ છે.

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 24 કલાક દરમિયાન અહીં કોરોનાના 63294 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈમાં મળેલા કુલ કેસ પૈકીના 6 લાખથી વધુ દર્દીઓ અત્યારે હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 10774 કેસ સામે આવ્યા છે જેથી મુખ્યમંત્રી કેજરીવાલે અપીલ કરતાં લોકોને કહ્યું છે કે બહુ જરૂરી હોય તો જ લોકોએ બહાર નીકળવું જોઈએ. કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતાં વધુ ખતરનાક છે અને સરકાર સ્થિતિ પર ઝડપથી નજર રાખી રહી છે.


Related News

Loading...
Advertisement