છત્તીસગઢની હાલત બગાડતો કોરોના: 28માંથી 18 જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન

13 April 2021 08:00 AM
India
  • છત્તીસગઢની હાલત બગાડતો કોરોના: 28માંથી 18 જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન

રાજ્યમાં પ્રવેશતાં પહેલાં નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ આપવો જરૂરી

રાયપુર, તા.12
છત્તીસગઢમાં કોરોના મહામારી બેકાબૂ બનતી જઈ રહી છે જેને કાબૂમાં લેવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના 28માંથી 18 જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે અને તેમાંથી પાંચ જિલ્લાઓમાં લોકડાઉન શરૂ પણ થઈ ચૂક્યું છે જ્યારે કોરબામાં આજથી અને જાંજગીર-ચાંપા, સુરજપુર, સરગુજા અને ગારિયાબંદમાં કાલથી લોકડાઉન થશે તો બિલાસપુર, બલરામપુર, રાયગઢ અને મહાસુમંદમાં બુધવારથી લોકડાઉન લાગુ પડશે.છત્તીસગઢમાં આવનારા લોકો માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે. આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ રાજ્યમાં આવ્યાના 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. જ્યારે મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સીમાને સીલ કરીને ત્યાંથી આવનારી દરેક વ્યક્તિની તપાસ કરવનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી બાજુ ગૌરેલા-પેંડ્રા-મરવાહી જિલ્લાના કલેક્ટરે 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી સમગ્ર જિલ્લાને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. આ દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગુ રહેશે. જો કે ઈમરજન્સી સેવાઓને આ નિયંત્રણોમાંથી છૂટ આપવામાં આવી છે. દૂધ અને અળબાર વેચનારા લોકો સવારે 6થી 10 અને સાંજે 5થી 6:30 સુધી કામ કરી શકશે.


Related News

Loading...
Advertisement