યુપીમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ: અનેક પ્રતિબંધો લાગુ

13 April 2021 08:01 AM
India
  • યુપીમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ: અનેક પ્રતિબંધો લાગુ

ધાર્મિક સ્થાનો ઉપર પણ નિયમો લાગુ કરાયા: પ્રયાગરાજ, વારાણસી સહિતના જિલ્લાની હાલત અત્યંત ખરાબ

નવીદિલ્હી, તા.12
કોરોનાનું સંક્રમણ ઉત્તરપ્રદેશમાં કહેર મચાવવા લાગ્યું છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. યુપીમાં વધી રહેલા કોરોનાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજો 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કોચિંગ ક્લાસીસ પણ બંધ રહેશે. સ્કૂલ-કોલેજો પૂર્વ નિર્ધારિત પરીક્ષાઓ કરાવી શકશે અને જરૂર પ્રમાણે સ્ટાફ પણ બોલાવી શકાશે. બીજી બાજુ સાર્વજનિક કાર્યક્રમોમાં હવે મહત્તમ 100 અને બંધ હોલમાં મહત્તમ 50 લોકો જ ભાગ લઈ શકશે. અત્યારે ખાસ કરીને પ્રયાગરાજ, વારાણસી, મેરઠ સહિતના વિસ્તારોની હાલત ખરાબ થઈ જવા પામી છે. બીજી બાજુ સરકાર દ્વારા ધાર્મિક સ્થળો ઉપર પણ અનેક પ્રકારની રોક લગાવી દેવામાં આવી છે જે અનુસાર મૂર્તિઓ, પવિત્ર ગ્રંથ વગેરેને સ્પર્શ નહીં કરી શકાય, તમામ પ્રકારની સભાઓ પર રોક, સમૂહગાનની પરવાનગી નહીં અપાય, પ્રસાદ વિતરણ, પવિત્ર જળ છાંટવા ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement