ગુજરાતમાં ફરી સ્કૂલ-કોલેજો 30 એપ્રિલ સુધી બંધ

13 April 2021 08:02 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં ફરી સ્કૂલ-કોલેજો 30 એપ્રિલ સુધી બંધ

અમદાવાદ, તા.12
ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસને પગલે રાજ્યની તમામ કોલેજોને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર તરફથી અત્યારે સરકારી અને પ્રાઈયેત્ત કોલેજોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવવાની જગ્યાએ ઓનલાઈન ક્લાસીસ ચલાવવામાં આવે. આ મહિનાના પ્રારંભે ધો.1થી લઈને ધો.10 સુધીની સ્કૂલોને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પાછળા વર્ષે શરૂઆતમાં લોકડાઉન બાદ બંધ કરાયેલી રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તબક્કાવાર રીતે ફરીથી શરૂ કરવામાં આવી હતી પરંતુ વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ફરી એક વખત સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના દરેક રાજ્યમાં કોરોના વધી રહ્યો છે જેના કારણે પાછલા વર્ષ જેવી સ્થિતિ જ નિર્માણ પામી રહેલી જોવા મળી રહી છે.


Related News

Loading...
Advertisement