બ્રાઝીલમાં કોરોનાના કહેર વચ્ચે ચીનની વેકસીન ‘બેકાર’ સાબિત થઈ

13 April 2021 08:03 AM
World
  • બ્રાઝીલમાં કોરોનાના કહેર વચ્ચે ચીનની વેકસીન ‘બેકાર’ સાબિત થઈ

ચીનની પી વન વેકસીન માત્ર 50.7 ટકા અસરકારક રહી

બ્રાસીલિયા (બ્રાઝીલ) તા.12
કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહેલા બ્રાઝીલમાં ગઈકાલે રવિવારે કોરોના વાઈરસથી 1803 લોકોના મોત નિપજયા હતા. દરમિયાન એવી ખબર બહાર આવી છે કે કોરોના વાઈરસ સામે જંગ માટે બ્રાઝીલે ચીન પાસેથી મોટા પ્રમાણમાં વેકસીનની ખરીદી કરી હતી પરંતુ તાજેતરના સંશોધનમાં આ રસી ‘બેકાર’ સાબીત થઈ રહી છે. આ ચીની વેકસીન બ્રાઝીલમાં ફેલાયેલા કોરોના વાઈરસ સ્ટ્રેન પી વન પર માત્ર 50.7 ટકા લોકો પર જ અસરકારક સાબીત થઈ છે. બ્રાઝીલમાં રવિવારે ગઈકાલે 37000 નવા કેસ બહાર આવ્યા છે. સાઓ પાવલોના બુટાટન બાયો મેડીકલ ઈન્સ્ટીટયુટ અનુસાર ચીનની સાઈનેલેક કોરોના વાઈરસ વેકસીન પી વન વાઈરસની સામે માત્ર 50.7 ટકા જ અસરકારક સાબીત થઈ છે. આ ઈન્સ્ટીટયુટ હાલમાં ચીની કોરોના વાઈરસ વેકસીનનું ઉત્પાદન કરી રહ્યું છે. ચીનના ઘોર વિરોધી બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ શરુમાં કહ્યું હતું કે તે ચીનથી કોરોના વેકસીન નહી ખરીદે પણ પુરવઠો ન મળતો તેમને પોતાનો નિર્ણય બદલવો પડયો હતો.


Related News

Loading...
Advertisement