બધુ ભગવાન ભરોસે: જીલ્લા પંચાયતના સાત મુલાકાતીઓ પોઝીટીવ, બારોબાર જવા દેવાયા

13 April 2021 08:08 AM
Rajkot Gujarat
  • બધુ ભગવાન ભરોસે: જીલ્લા પંચાયતના સાત મુલાકાતીઓ પોઝીટીવ, બારોબાર જવા દેવાયા

મોરબીમાંથી 2500માંથી 430 પોઝીટીવ: ગ્રામીણ ક્ષેત્રમાં કોરોના પોઝીટીવ અત્યંત ઉંચો હોવાનો ભય : મુલાકાતીને ખુદને પોઝીટીવ હોવાની ખબર ન હતી: સુપર સ્પેડરર બની ગયા હોવાનો ભય: કુટુંબીજનો પણ સંક્રમીત થયા હશે પણ જીલ્લા પંચાયત સતાવાળાઓએ ફકત પોતાની સલામતી જોઈ: પોઝીટીવને હોસ્પીટલ મોકલવાની કે કોરન્ટાઈન થવાની ફરજ પણ ન પાડી

રાજકોટ: ગુજરાતમાં કોરોના જેટલા કેસ સપાટી પર આવે છે તેના કરતા અનેકગણા વધારે ધરબાયેલા છે અને આ પ્રકારના પોઝીટીવ લોકો સુપર સ્પેડરર બનીને જાહેર માર્ગ પર ફરતા લોકો જેઓ ખુદને કોરોનાના કોઈ લક્ષણ નથી તે પણ સુપર સ્પેડરર બનીને ફરી રહ્યા છે તેનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટની જીલ્લા પંચાયતમાં આવતા મુલાકાતીઓના એન્ટીજેન ટેસ્ટ ફરજીયાત બનાવાયા છે અને તેમાં રોજ થોડા લોકો કોરોના પોઝીટીવ જાહેર થાય છે તેમાં આજે 25 મુલાકાતીએ અહી આવ્યા હતા તેમાંથી 7 લોકો પોઝીટીવ હોવાનું જાહેર થતા જ જીલ્લા પંચાયતના આરોગ્ય સતાવાળાઓ પણ ચોંકી ઉઠયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે જીલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રના લોકો તેમના કામકાજ માટે આવતા હોય છે અને તેઓમાં આ રીતે 27 ટકા જેટલો પોઝીટીવ રેટ હોવાનું જાહેર થયુ છે. આથી કોરોના ગ્રામીણ ક્ષેત્રોમાં ખૂબ જ ઉંડે સુધી પહોંચી ગયો હોવાનો ભય સર્જાઈ ગયો છે અને સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે જેઓ પોઝીટીવ જાહેર થયા તેઓને પોતાને ખ્યાલ ન હતો અને ખુલ્લામાં ફરતા હતા તેમને કોઈ બહારી લક્ષણ દેખાતા ન હતા અને આથી છુપા સ્પેડરર પણ તેઓ બની ગયા હશે. એટલું જ નહી તેમના કુટુંબીજનોને પણ સંક્રમીત કર્યા હોય તેવી શકયતા નકારાતી નથી.

આ તમામ ફકત જીલ્લા પંચાયતમાં આવ્યા હોય તેવું નહી હોય અને અન્ય કામકાજ માટે પણ ફર્યા હશે. તેથી ત્યાં પણ સંક્રમણ ફેલાવ્યુ હોઈ શકે છે અને સૌથી કમનસીબ બાબત એ છે કે જીલ્લા પંચાયતમાં ટેસ્ટ કરાયા બાદ તેઓ પોઝીટીવ જાહેર થયા તો તેમને પ્રવેશ ન અપાયો અને પરત જવા દેવાયા. આમ પોઝીટીવને હોસ્પીટલમાં લઈ જવાને બદલે કે તેમને કોરન્ટાઈન થવાની પ્રક્રિયાને બદલે જીલ્લા પંચાયત દ્વારા ફકત પોતાની જ સલામતી જોવાઈ અને અન્યત્ર આ તમામ સ્પેડરર બને તેની ચિંતા થઈ નહી. આથી આ તમામ સંક્રમીત ફરી માર્ગ પર આવી ગયા હતા. હાલમાં જ મોરબીમાં જીલ્લા ભાજપના કેમ્પમાં 2500 લોકોનો ટેસ્ટ થયો હતો જેમાં 430 પોઝીટીવ આવ્યા છે. આમ 18 ટકા જેટલો ઉંચો પોઝીટીવ રેટ હોવાનું જાહેર થયુ છે અને તે પણ ગ્રામીણ ક્ષેત્રમાંથી આવેલા લોકોનો હતો. આમ કોરોના ગ્રામીણ ક્ષેત્રમાં કેટલો ઉંડે પ્રસરી ગયો છે તે પણ ચિંતાનો વિષય છે.


Related News

Loading...
Advertisement