તીરૂપતિ સોસાયટીમાં શ્રમિકે માનસિક બિમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવ દીધા

13 April 2021 08:10 AM
Morbi
  • તીરૂપતિ સોસાયટીમાં શ્રમિકે માનસિક
બિમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવ દીધા

મૂળ મઘ્યપ્રદેશનો યુવાન બે વર્ષથી રાજકોટમાં રહી મજુરી કામ કરતો’તો : પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.12
મોરબી રોડ તિરૂપતિ સોસાયટી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા શ્રમિકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમણે માનસીક બિમારીથી કંટાળી પગલુ ભરી લીધુ હતું. આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મઘ્યપ્રદેશના જાંબવાના વતની અને મોરબી રોડ તિરૂપતિ સોસાયટીમાં એક ઝુંપડામાં રહેતા લીંબાભાઇ છગનભાઇ મેડા (ઉ.વ.38) નામના યુવાને પોતાના ઝુંપડામાં જ આજે સવારે ગળાફાંસો ખાઇ લેતા 108ને બોલાવતાં ઇએનટીએ મૃતજાહેર કર્યા હતાં. લીંબાભાઇને સંતાનમાં ત્રણ દિકરી ચાર દિકરા છે. તેઓ પોતાના વતનમાં રહે છે. પોતે રાજકોટમાં બે વર્ષથી રહી કડીયાકામ કરે છે. યુવકના મોતની તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરતા જાણવા મળ્યું કે માનસીક બિમારીને કારણે પગલુ ભરી લીધુ હતું.


Loading...
Advertisement