અમદાવાદમાં ધ્રુવી ફાર્માસ્ટીયુકલ્સમાં દરોડામાં 400 રેમડેસવીર મળી આવ્યા

13 April 2021 08:13 AM
Ahmedabad Crime
  • અમદાવાદમાં ધ્રુવી ફાર્માસ્ટીયુકલ્સમાં
દરોડામાં 400 રેમડેસવીર મળી આવ્યા

કંપનીએ કયાંથી કેટલા ઇન્જેકશન મેળવ્યા અને કોને આપ્યા તે અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી

અમદાવાદ તા.12
કોરોના સંક્રમણ સામે જરૂરી એવા રેમડેસવીર ઇન્જેકશનના સતત થઇ રહેલા કાળાબજારના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલા ધ્રુવી ફાર્માસ્યુટીકલ્સમાં દરોડો પાડીને 400 જેટલા રેમડેસવીર ઇન્જેકશન જપ્ત કર્યા હતા અને આ ઇન્જેકશન કોને કેટલા આપવામાં આવ્યા તેની પણ ખરાઇ કરાઇ હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના ડીવાયએસપી ડી.પી.ચુડાસમા અને પીઆઇ બ્રહ્મભટ્ટની ટીમે ગોતા ખાતે ધ્રુવી ફાર્માસ્યુટીકલ્સમાં મોડી સાંજે દરોડો પાડયા હતા. જેમાં 400 જેટલા રેમડેસવીરનો જથ્થો મળી આવ્યો હતો. દરોડાની આ કાર્યવાહી દરમિયાન કેટલીક ગેરરીતિઓ પણ બહાર આવી હતી. કંપનીઓના કેટલા રેમડેસવીર ઇન્જેકશન આવ્યા હતા અને કોણે કોણે કેટલા આવ્યા તેની વિગત મેળવવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement