કોરોના ચેઈન તોડવા સિવાય વિકલ્પ નથી: વિક એન્ડ લોકડાઉન માટે ફરી વેપારી મીટીંગ થશે

13 April 2021 08:13 AM
Rajkot
  • કોરોના ચેઈન તોડવા સિવાય વિકલ્પ નથી: વિક એન્ડ લોકડાઉન માટે ફરી વેપારી મીટીંગ થશે

ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવનો નિર્દેશ: અશકય ‘જનહિત’નો જ છે

રાજકોટ તા.12
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના સ્વૈચ્છીક લોકડાઉનના એલાનને મોટાભાગના વેપારી સંગઠનોએ સ્વીકાર્યુ ન હતું છતાં વેપારી મહામંડળ નાસીપાસ કે હતાશ થયા વિના પ્રયાસ કરશે. બે-ત્રણ દિવસમાં વેપારી સંગઠનોની નવેસરથી બેઠક કરીને સંયુક્ત નિર્ણય કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ કહ્યું કે બે દિવસના સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો આશય કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવાનો હતો. સરકાર લોકડાઉન નથી કરતી તો વેપારીઓ સ્વયંભુ આ દિશામાં આગળ આવે તેવો મહામંડળનો પ્રયાસ છે. હજુ આવતા વિકએન્ડમાં સ્વૈચ્છીક લોકડાઉન કરાવવા માટે વેપારી મહામંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. સંગઠીત તથા સર્વસંમત નિર્ણય થઈ શકે તે માટે બે-ત્રણ દિવસમાં ફરી વખત તમામ વેપારી સંગઠનોની બેઠક કરાશે. તમામ સંમત થાય તો એલાન આપવામાં આવશે. રાજકારણને બાજુ પર મુકીને જનહિતમાં આ પ્રકારનો નિર્ણય જરૂરી હોવાનું મહામંડળ માને છે.


Related News

Loading...
Advertisement