બે દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં 27 કોરોના દર્દીઓએ દમ તોડયો: હોમ આઈસોલેટ 4નો ભોગ

13 April 2021 08:15 AM
Rajkot
  • બે દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં 27 કોરોના દર્દીઓએ દમ તોડયો: હોમ આઈસોલેટ 4નો ભોગ

સેલસ, વેદાંત, ક્રાઈસ્ટ, સ્ટર્લિંગ, શ્રેયસ, વોકહાર્ટ, પરમ, ક્રિષ્ના જેવી હોસ્પીટલોમાં દર્દીઓના મોત: સૌથી વધુ 8 મોત કેન્સર હોસ્પિટલમાં

રાજકોટ તા.12
રાજકોટની હોસ્પીટલોમાં કોરોનાના મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેસ તો ઠીક, મોતના રેકોર્ડ પણ તૂટી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ખાનગી હોસ્પીટલોમાં 27 દર્દીઓએ દમ તોડયો હતો જયારે ચાર લોકોના હોમ આઈસોલેશનમાં જ મૃત્યુ નિપજયા હતા.

શહેરની આઠ ખાનગી હોસ્પીટલોમાં આજે 19 કોરોના દર્દીઓના મોત નીપજયા હતા. સૌથી વધુ આઠ મોત યુનિવર્સિટી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કેન્સર કોવિડ હોસ્પીટલમાં થયા હતા જયારે સેલ્સ, વેદાંત, શ્રેયસ, વોકહાર્ટ, પરમ તથા ક્રિષ્ના હોસ્પીટલમાં એક-એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

રવિવારે પણ પાંચ ખાનગી હોસ્પીટલોમાં 8 કોરોના દર્દીઓએ દમ તોડયો હતો. સેલસ કોવિડ હોસ્પીટલમાં 3 દર્દીઓનો ભોગ લેવાયો હતો. ક્રાઈસ્ટ હોસ્પીટલમાં બે દર્દીઓએ દમ તોડયો હતો. વેદાંત, ઓલમ્પસ તથા સ્ટર્લિંગ હોસ્પીટલમાં એક-એક કોરોના દર્દીના મોત નિપજયા હતા.

સૂત્રોએ એમ કહ્યં કે સેંકડો કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે તેમાંથી પણ ચાર દર્દીના મોત નિપજયા હતા. શહેરના શેઠનગર, કેવડાવાડી, લક્ષ્મીવાડી તથા રેલનગર વિસ્તારમાં એક-એક કોરોના દર્દી ભોગ બન્યા હતા.


Related News

Loading...
Advertisement