અલગ-અલગ બે જગ્યાએ બેભાન થતાં બે વ્યકિતના મોત

13 April 2021 08:17 AM
Rajkot
  • અલગ-અલગ બે જગ્યાએ
બેભાન થતાં બે વ્યકિતના મોત

રૈયાધાર અને બજરંગવાડીમાં રહેતા બે વ્યકિતઓના બેભાન થતા મોત

રાજકોટ તા.12
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા કિશોરભાઇ ડાયાભાઇ ચૌહાણ (ઉ.વ.34) સવારે પોતાની ઘરે હતા તે સમયે અચાનક બેભાન થઇ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. વધુ માહિતીમાં કિશોરભાઇ અપરણીત હતા અને મજુરી કામ કરતા હતા.
બીજા બનાવમાં બજરંગવાડીમાં રહેતા રસીદાબેન હાતીમભાઇ ભારમલ (ઉ.વ.50) જયારે ઘરે હતા ત્યારે બાથરૂમમાં બેભાન થઇને પડી ગયા હતા. તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં તેમને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતાં.


Related News

Loading...
Advertisement