શાપર-વેરાવળના ઉદ્યોગોના શ્રમિકોને અફવાથી દૂર રહેવા અપીલ

13 April 2021 08:19 AM
Rajkot
  • શાપર-વેરાવળના ઉદ્યોગોના શ્રમિકોને અફવાથી દૂર રહેવા અપીલ

લોકડાઉનની કોઈ સંભાવના નથી: ટીલાળા

રાજકોટ તા.12
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેન રમેશભાઈ ટીલાળા તથા પ્રમુખ કીશોરભાઈએ એક અખબારી નિવેદનમાં શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહત અને રાજકોટ આસપાસના વિસ્તારના ઉદ્યોગોના માલીકો અને શ્રમિકોને હાલની કોરોનાની પરીસ્થિતિમાં અફવાથી દૂર રહેવા જણાવેલ છે.વિશેષમાં કોવિડ 19ની સરકારી ગાઈડલાઈનનો દરેક વ્યક્તિઓએ ચુસ્તપણે પાલન કરવા પણ તેઓએ અનુરોધ કરી વિશેષ માહિતી માટે એસોસીએશનના ફોન નં. 02827-253364, મો.નં. 99091 00637 તથા પોલીસ સ્ટેશન ફોન નં. 02827-253600 પર સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement