ભારતમાં રશીયાની સ્પુતનીક-પ વેકસીનને મંજૂરી : 91.6 ટકા અસરકારક સાબિત થઇ છે

13 April 2021 08:21 AM
India
  • ભારતમાં રશીયાની સ્પુતનીક-પ વેકસીનને મંજૂરી : 91.6 ટકા અસરકારક સાબિત થઇ છે

ભારતમાં આગામી દિવસોમાં વધુ એક વેકસીન લોંચ થઇ જશે. રશિયાની સ્પુતનીક-પ વેકસીનને આજે નિષ્ણાંત કમિટીએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ભારતમાં હૈદરાબાદ સ્થિત ડો.રેડ્ડી લેબોરેટરી આ વેકસીનનું ઉત્પાદન કરશે અને તેમાં રશિયા રોકાણ કરશે. ડો.રેડ્ડીએ સપ્ટેમ્બર-2020થી આ વેકસીનની કલીનકલ ટ્રાયલ શરૂ કરી હતી અને તે 91.6 ટકા અસરકારક થઇ હતી. આ વેકસીનની ભારત ઉપરાંત યુએઇ, વેનેઝુએલા તથા બેલારૂસમાં ટ્રાયલ કરવામાં આવી છે અને તે સફળ સાબિત થઇ છે. ભારતમાં લોંચ થનારી તે ત્રીજી વેકસીન હશે.


Related News

Loading...
Advertisement