કોરોના દર્દીનાં ટપોટપ મોત થતા સ્મશાનગૃહોમાં મૃતદેહોનું વેઇટીંગ

13 April 2021 08:26 AM
Rajkot
  • કોરોના દર્દીનાં ટપોટપ મોત થતા સ્મશાનગૃહોમાં મૃતદેહોનું વેઇટીંગ

8 નવા સ્મશાનોને મંજુરી છતા બપોરે બે સ્મશાનોમાં વેઇટીંગ : હોસ્પિટલોમાંથી ડેડબોડી મેળવવા સ્વજનોને કલાકો સુધીનો ઇન્તેઝાર : દિવસ-રાત કોવિડ ડેડબોડીઓને અગ્નિ સંસ્કાર

રાજકોટ તા.12
સૌરાષ્ટ્રભરમાં કોરોનાની ઘાતક બનેલી લહેર તમામ જિલ્લાઓમાં પ્રસરી વળતા કોરોના પોઝીટીવ આંક બમણો થવા સાથે રાજકોટ મહાનગરની તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો ફૂલ થતા બેડ મળવા મુશ્કેલ બન્યા છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં ટપોટપ મોત થતા ચાર સ્મશાનોમાં ડેડબોડીનાં વેઇટીંગ થતા આરોગ્ય તંત્ર અને કોર્પોરેશન તંત્ર દ્વારા વધારાના આસપાસના 8 સ્મશાનોને કોવિડ ડેડ બોડીની અંતિમવિધિ માટે મંજુરી આપી સ્મશાનોમાં વેઇટીંગ ટાળવા કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં આજે બપોરે રામનાથપરા અને મોટા મવા સ્મશાનોમાં કોવિડ ડેડબોડીનાં વેઇટીંગ યથાવત રહેતા સગા-સંબંધભીઓ મુશ્કેલી વેઠવી પડે છે.


રાજકોટ સરકારી-ખાનગી હોસ્પિટલમાં છેલ્લા દિવસોમાં 40 ઉપરાંત કોવિડ ડેડબોડીઓના અંતિમ સંસ્કાર માટે રામનાથપરા, સોરઠીયાવાડી 80 ફૂટ (બાપુનગર), મોટામવા, મવડીમાં વ્યવસ્થા છે. મનપા અને હોસ્પિટલ તંત્ર સ્મશાનો સાથે સંપર્કમાં રહી જે તે સ્મશાનમાં ડેડબોડી મોકલે છે. છાશવારે સ્મશાનોમાં વેઇટીંગ થતા મનપાના મેયર દ્વારા આસપાસના વિસ્તારોના સ્મશાન સંચાલકો સાથે બેઠક યોજી હતી.


બેઠકમાાં કોઠારીયા, ઘંટેશ્ર્વર, કણકોટ, વાવડી, રૂખડીયાપરા, નવાગામ, પોપટપરા સ્મશાનમાં કોવિડ ડેડબોડીઓને અંતિમ સંસ્કાર આપવા મંજુરી આપવામાં આવી હતી.
વધુ 8 સ્મશાનોને કોવિડ ડેડબોડીની અંતિમવિધી માટે મંજુરી આપવા છતાં આજે બપોરે રામનાથ સ્મશાનમાં 3 અને મોટામવા 2 ડેડબોડીઓનું વેઇટીંગ જોવા મળ્યું હતું. ગત વર્ષ કરતા પણ આ વર્ષે પરિસ્થિતિ વણસી રહી છે.
કોરોના ડેડબોડીઓના તાત્કાલીક અગ્નિ સંસ્કાર થાય તે માટે કુલ 12 સ્મશાનોમાં હવે અંતિમવિધિની સવલત ઉભી કરવામાં આવી છે. તેમ છતાં હોસ્પિટલોમા:થી મૃતદેહ મેળવવા સ્વજનોને કલાકો સુધી રાહ જોવી પડે છે.


Related News

Loading...
Advertisement