કુરાનની 26 આયાતો પર પ્રતિબંધ માંગતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ

13 April 2021 08:28 AM
India
  • કુરાનની 26 આયાતો પર પ્રતિબંધ માંગતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ

અરજદાર પર રૂા.50000નો દંડ: આ આયાતો બીન મુસ્લીમ સામે હિંસાની પ્રેરણા આપે છે

નવી દિલ્હી તા.12
સર્વોચ્ચ અદાલતે આજે એક ચૂકાદામાં ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનની 26 આયાતો ત્રાસવાદને પ્રોત્સાહીત કરે છે તેથી તેના પર પ્રતિબંધ માંગતી અરજી ફગાવી દીધી હતી. ઉતર પ્રદેશ શિયા વકફ બોર્ડના પુર્વ અધ્યક્ષ વસીમ રીઝવીએ આ અરજી કરી હતી પણ સર્વોચ્ચ અદાલતે તેમની રજુઆતને બકવાસ ગણાવીને ફગાવી દીધી હતી. ઉપરાંત રીઝવી પર રૂા.50000નો દંડ પણ ફટકાર્યો હતો. રીઝવી એ તેની દલીલમાં જણાવ્યું કે કુરાનની આ 26 આયાતો ગૈરમુસ્લીમની સામે અને તેની હત્યાને પ્રેરીત કરે છે.સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રોહીંટન એફ નરીમાનના અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજી વિચારરા લાયક પણ નથી તેવું જણાવ્યું હતું.આ અગાઉ રાષ્ટ્રીય લઘુતમી પંચે પણ આ જાહેર હિતની અરજી પર નારાજગી દર્શાવીને રીઝવીને નોટીસ ફટકારી હતી અને બીનશરતી માફી માંગવા પણ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement