શહેરમાં આગ ઝરતી લૂં સાથે અંગ દઝાડતો તાપ

13 April 2021 08:31 AM
Rajkot
  • શહેરમાં આગ ઝરતી લૂં
સાથે અંગ દઝાડતો તાપ

બપોરે ર0 કિ.મી.ની ઝડપે ફુંકાતો ગરમ પવન : મહતમ તાપમાન 4ર ડિગ્રી સુધી પહોંચી જવાની શકયતા

રાજકોટ, તા. 12
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી પવનની દિશા ફરતા ફરી આકરી ગરમીનો દૌર શરૂ થયો છે અને ઠેર ઠેર તાપમાનનો પારો 41 થી 4ર ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઇકાલે પણ 42 ડિગ્રી મહતમ તાપમાન સાથે કાળઝાળ ગરમી નોંધાઇ હતી ત્યારે આજે બપોરે પણ શહેરનું મહતમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જવાની પુરી શકયતા છે.
દરમ્યાન રાજકોટ હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજે બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાયુ હતું. અને હવામાં ભેજ 10 રહ્યો હતો.
જયારે પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાક નોંધાતા નગરજનોએ આગ ઝરતી લૂંનો અનુભવ કર્યો હતો.
આમ શહેરમાં આજે બપોરે પણ ગઇકાલેની જેમ કાળઝાળ ગરમી વચ્ચે અંગ દઝાડતી અસહ્ય લૂનો અનુભવ કર્યો હતો.
દરમ્યાન આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 27.6 ડિગ્રી નોંધાયુ હતું અને લઘુતમ તાપમાન 22.6 ડીગ્રી રહ્યું હતૂં તેમજ હવામાં ભેજ 63 રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 13 કિ.મી. નોંધાઇ હતી.


Related News

Loading...
Advertisement