એપ્રિલ-મે દરમિયાન તમામ ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ: લગ્નમાં વધુમાં વધુ 50 લોકોની હાજરીની છૂટ: CM રૂપાણીએ ફેસબુક લાઈવમાં આપી વિગતો

13 April 2021 09:51 AM
Gujarat
  • એપ્રિલ-મે દરમિયાન તમામ ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ: લગ્નમાં વધુમાં વધુ 50 લોકોની હાજરીની છૂટ: CM રૂપાણીએ ફેસબુક લાઈવમાં આપી વિગતો

● ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે, તેની જરૂર બધા કોરોના દર્દીને નથી ● રાજ્યમાં 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે: CM ● સરકારી કચેરી - ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે, નવી વ્યવસ્થા મુજબ હવે 60 હજાર RTPCR ટેસ્ટનો 24 કલાકમાં રિપોર્ટ મળશે

મુખ્યમંત્રી રૂપાણીએ આજે કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે. દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે કેટલાકના મૃત્યુ પણ થયા છે.સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરવાનું નોટિફિકેશન કર્યું છે.

મુખ્યમંત્રીએ મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતી કરી છે. સરકારી કચેરી, અર્ધ સરકારી- ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે. નવી વ્યવસ્થા મુજબ હવે 60 હજાર RTPCR ટેસ્ટનો 24 કલાકમાં રિપોર્ટ મળશે.

સરકાર દ્વારા કરાયેલી જાહેરાત

• તા.૧૪.૦૪.૨૦૧૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ)થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.

• જે શહેરોમાં રાત્રિ કફર્યુ અમલમાં છે ત્યાં કફર્યુના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

• મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી / ઉત્તરક્રિયામાં ૫૦ (પચાસ)થી વધારે વ્યક્તિ એકઠા થઇ શકશે નહીં.

•જાહેરમાં રાજકીય / સામાજિક / ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

• એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં, તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

• સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

• રાજ્યના તમામ ધાર્મિકસ્થાનો તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો / પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવી છે.

● આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે.


Related News

Loading...
Advertisement