ગુજરાતમાં કોરોના ઓલ ટાઈમ હાઇ, નવા 6021 કેસ : 55 દર્દીઓના મોત

13 April 2021 09:57 AM
Gujarat
  • ગુજરાતમાં કોરોના ઓલ ટાઈમ હાઇ, નવા 6021 કેસ : 55 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં 2854 દર્દીઓ સાજા થયા, મૃત્યુ આંક 4855 થયો, કુલ કેસ 3.53 લાખને પાર

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના કેસો ઓલ ટાઈમ હાઈ રહ્યા છે. આજે નવા 6000થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. સક્રિય કેસો 353516 ને પાર થયા છે. એટલે કે રાજ્યમાં હાલ 30680 દર્દીઓ સારવાર હેઠળ છે. રિકવરી રેટ ઘટીને 89.95 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 6021 કેસો નોંધાયા છે. 55 દર્દીઓના મૃત્યુ થયા છે. 2854 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 216 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 30464 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4855 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 353516 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 1933, સુરત 1469, રાજકોટ 576, વડોદરા 381, જામનગર 296,મહેસાણા 136, ગાંધીનગર 106, ભાવનગર110 પાટણ 97, બનાસકાંઠા 94, જૂનાગઢ 87, નર્મદા 61, ભરૂચ 54 કચ્છ 50, ખેડા 49, અમરેલી- મોરબી- નવસારી 48, દાહોદ 45, મહિસાગર 43, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 32, સુરેન્દ્રનગર- વલસાડ 29, સાબરકાંઠા 24, દેવભૂમિ દ્વારકા 20, ડાંગ-ગિરસોમનાથ 19, છોટાઉદેપુર 15, અરવલ્લી-તાપી 14, પોરબંદર 6.


Related News

Loading...
Advertisement