અમદાવાદ : ઝાયડસમાં હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લાઈનમાં ઉભેલા લોકોને પોલીસે ભગાડયા

13 April 2021 10:14 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદ : ઝાયડસમાં હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લાઈનમાં ઉભેલા લોકોને પોલીસે ભગાડયા

સવારે 10 વાગ્યા સુધીમાં 1 હજાર જેટલા ઇન્જેક્શનનું વેચાણ થયું, આવતીકાલ માટે પણ 1000 લોકોને ટોકન અપાયા

અમદાવાદ:
ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી સવારથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી અને તમામને ટોકન આપવામાં આવ્યા હતા. જો કે, 10 વાગ્યા સુધીમાં જ આ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તમામ હોસ્પિટલોમાં બેડ વધારી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઝાયડસ હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાડી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ હાલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ લોકોએ ઇન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. પરતું સવારે દસ વાગ્યાની આસપાસ જ 1 હજાર જેટલા ઇન્જેક્શન પુરા થઈ ગયા હતા. આ અંગે જાહેરાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી હાજર પોલીસતંત્રે લોકોને ઘરે ભગાડ્યા હતા.

આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.


Related News

Loading...
Advertisement