સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાનું આઈપીએલમાં "ડ્રિમ ડેબ્યુ" : ત્રણ વિકેટ ઝડપી

13 April 2021 11:20 AM
India Sports
  • સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાનું આઈપીએલમાં "ડ્રિમ ડેબ્યુ" : ત્રણ વિકેટ ઝડપી

પંજાબ કિંગ્સ સામે 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ખેડવી

મુંબઈ :
આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાતો રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ના સીઝન ના પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર વતી રમતો ફાસ્ટ બોલર ચેતન સાકરીયા ને પણ તક મળી છે. તેના પ્રથમ મેચમાં જબરદસ્ત પરફોર્મન્સ આપી એક 'ડ્રીમ ડેબ્યુ' કર્યું છે. મૂળ ભાવનગર નો ચેતન સાકરીયા ભારતીય ડોમેસ્ટિક સીઝનમાં સૌરાષ્ટ્ર ટીમ વતી રમે છે અને આ વખતે IPL માં રાજસ્થાન રોયલ્સ માટે રમવાની તક મળી છે.

ત્યારે આજે પેહલા મેચમાં ૪ ઓવરમાં ફકત ૩૧ રન આપી ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેને કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ અને રિચર્ડસનની વિકેટ મેળવી. આ ઉપરાંત પંજાબના બેટ્સમેન નિકોલસ પુરનનો જબરદસ્ત કેચ ઝડપ્યો. રાજસ્થાન રોયલ્સની ટીમમાં જયદેવ ઉનડકટના સ્થાને લેફટ આર્મ ફાસ્ટ બોલર તરીકે ચેતન સાકરીયાને રમવાની તક મળી.


Related News

Loading...
Advertisement