રાજકોટઃ કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે કંપનીમાં બોઇલર ફાટ્યું : 4ના મોત 12 ઘાયલ

13 April 2021 12:46 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટઃ કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે કંપનીમાં બોઇલર ફાટ્યું : 4ના મોત 12 ઘાયલ
  • રાજકોટઃ કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે કંપનીમાં બોઇલર ફાટ્યું : 4ના મોત 12 ઘાયલ
  • રાજકોટઃ કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે કંપનીમાં બોઇલર ફાટ્યું : 4ના મોત 12 ઘાયલ
  • રાજકોટઃ કુવાડવાથી વાંકાનેર જતા પીપરડી ગામે કંપનીમાં બોઇલર ફાટ્યું : 4ના મોત 12 ઘાયલ

ઘાયલોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા : બે લોકો લાપતા

રાજકોટઃ
રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામેથી વાંકાનેર જવાના રોડ પર આવેલા પીપરડી ગામ નજીક એક કંપનીમાં કેમિકલનું બોઇલર ફાટતા મોટી જાનહાનિ થઈ છે. આ ઘટનામાં હાલની સ્થિતિએ મળતી વિગત મુજબ 4 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકોને ઇજા પહોંચી છે.

જ્યાં ઘટના બની તે કંપનીનું નામ દેવ ઇન્ડસ્ટ્રીઝ હોવાની વિગત મળી રહી છે. કંપનીમાં સિલિકોન કેમિકલ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે બોઇલર ફાટતા આ ઘટના બની છે. ઘાયલ થયેલા લોકોને લાવવા માટે રાજકોટથી એમ્બ્યુલન્સ દોડવાઈ છે. ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. વાંકાનેર અને રાજકોટના નવા એરપોર્ટ પોલીસ મથકના પોલીસ જવાનોના ઘાડેધડા અહીં ઉતારી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પોલીસના પીઆઇ એમ.સી. વાળા પણ દોડી ગયા છે. ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બનાવ બન્યો ત્યારે 18 લોકો કંપનીમાં કામ કરતા હતા. તમામ શ્રમિકો બિહારના વતની હોવાની વિગતો સાંપળી છે. જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે. 12 લોકોને સારવાર માટે ખસેડાયા છે. જ્યારે બે લોકો લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે. આશરે રાત્રે 10 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી.

એક વ્યક્તિનો મૃતદેહ 150 મીટર દૂર ફંગોળાયો

બોઇલર ખૂબ જ તીવ્ર ધડાકાથી ફાટ્યું હતું. બનાવ વખતે ત્યાં કામ કરતો એક શ્રમિક કંપનીથી અંદાજે 150 મીટર દૂર ફંગોળાયો હતો. અને રોડ પર પડ્યો હતો. તેમનું મોત નીપજ્યું છે. ઉપરાંત એકાદ કિલોમીટર વિસ્તારમાં બોઇલર ફાટવાનો અવાજ સંભળાયો હતો.


Related News

Loading...
Advertisement