સુરત : 11 દિવસના બાળકને કોરોના, આપવું પડ્યું રેમડિસીવીર ઇન્જેક્શન

13 April 2021 01:17 PM
Surat Gujarat
  • સુરત : 11 દિવસના બાળકને કોરોના, આપવું પડ્યું રેમડિસીવીર ઇન્જેક્શન

માતાને શરદી ઉધરસ જેવા લક્ષણો, પેહલા ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ, બાદમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો

સુરત : દેશમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ઘટક બને છે, સંક્રમણ વધે છે અને હવે નાના બાળકો પણ કોરોનાં પોઝિટિવ આવી રહ્યા છે.
આવી જ એક ઘટના સુરતમાં બની છે. 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયું છે અને તેનો જીવ બચાવવા માટે રેમેડીસીવર ઇન્જેક્શન આપવાની જરૂર પડી હતી.

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં પહેલી એપ્રિલના રોજ એક બાળકનો જન્મ થયો હતો. જન્મના થોડા દિવસ બાદ બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા ગઈ હતી. જેથી તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. મહત્વનું છે કે માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ તે નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે.બાળકના પરિવારને આર્થિક ભરણ અને હેરાનગતિ ન ભોગવવી પડે માટે ન લીધો નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement