કોરોના ડરથી હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો : સાંજની સ્પાઇસ જેટની ફલાઇટ કેન્સલ

14 April 2021 04:34 AM
Rajkot Travel
  • કોરોના ડરથી હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો : સાંજની સ્પાઇસ જેટની ફલાઇટ કેન્સલ

RT-PCR ટેસ્ટ ફરજીયાત થતાં મુસાફરોને પરેશાની વધી

રાજકોટ તા. 13 : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ એરપોર્ટ વિમાની સેવાથી ધમધમતુ થતા જ કોરોનાની લહેર ફેલાતા હવાઇ મુસાફરોની સંખ્યા ઘટવા લાગી છે. બહારના રાજયમાં આવવા-જવા માટે 72 કલાકનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ સાથે રાખવો ફરજીયાત હોવાથી મુસાફરો ઘટી રહયા છે તો બીજી તરફ કોરોના સંક્રમણના ડરથી લોકો હવાઇ મુસાફરી ટાળી રહયા હોવાનું જાણવા મળી રહયુ છે. આજે સાંજની સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ ફલાઇટ કેન્સલ થઇ છે.


હવાઇ મુસાફરી માટે આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ મેળવવા એક-બે દિવસની રાહ જોવી પડતી હોય તાત્કાલીક રીપોર્ટ નહી મળતા ઇમરજન્સી હોવા છતા મુસાફરોને હવાઇ મુસાફરી ટાળવી પડે છે. જો કોઇ મુસાયર યેનકેન પ્રકારે હવાઇ મુસાફરી કરે તો એરપોર્ટ પર તેને રીપોર્ટ કરાવવો પડે છે અને જયા સુધી રીપોર્ટ ન આવે ત્યા સુધી કવોરન્ટાઇન થવુ પડે છે.


રાજકોટ એરપોર્ટની ગત ફેબ્રુઆરી માસમાં હવાઇ સેવામાં વધારો થતા સ્પાઇસ જેટ, એર ઇન્ડીયા અને ઇન્ડિગો કંપનીએ રાજકોટને અન્ય મેટ્રો શહેર સાથે જોડી દીધેલ છે. પરંતુ કોરોના સંક્રમણના ડરથી હાલના દિવસોમાં હવાઇ સેવામાં મુસાફરોમાં ઘટાડો થતા હવાઇ સેવાને અસર પડી છે. આજે બીજા દિવસે સ્પાઇસ જેટની સાંજની રાજકોટ-મુંબઇ ફલાઇટ રદ થઇ છે.


Related News

Loading...
Advertisement